ભારતીય પાસપોર્ટથી હવે આટલા દેશોમાં મળશે વીઝા ફ્રી એન્ટ્રી

કોઇપણ ભારતીયએ જ્યારે કોઇ અન્ય દેશમાં યાત્રા કરવી હોય છે તો તેનો પાસપોર્ટ એક મહત્વનું ડોક્યુમેન્ટ હોય છે. કેટલા દેશ તમારા દેશ કે તમારા દેશના યાત્રિઓને કેટલી સુવિધા આપી રહ્યા છે, તે તમારા પાસપોર્ટના ગ્લોબલ રેન્ક અનુસાર જ નક્કી થાય છે. એવામાં મંગળવારના રોજ જારી હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ રેન્કિંગમાં ભારત હવે 80માં નંબર પર પહોંચી ગયું છે. વર્ષ 2022ના હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ રેન્કિંગ કરતા આ વખતે ભારતીય પાસપોર્ટ 5 નંબર ઉપર છે.
ભારતીય પાસપોર્ટ ધરકોને હાલના સમયમાં 57 દેશોની યાત્રા માટે વીઝા એપ્લાઇ કરવાની જરૂર નથી પડતી. આ દેશોમાં ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રી મળે છે કે પછી વીઝા ઓન એરાઇવલની સુવિધા મળે છે. વીઝા ઓન એરાઇવલમાં યાત્રિઓને સંબંધિત દેશમાં પહોંચ્યા બાદ એરપોર્ટ પર જ તરત વીઝા આપી દેવામાં આવે છે. તેની પ્રક્રિયા પણ સરળ હોય છે, જેનાથી યાત્રિઓને ઘણો ફાયદો થાય છે.
બીજી તરફ, 177 દેશ એવા પણ છે, જ્યાં જવા માટે ભારતીય નાગરિકોને પહેલા વીઝા એપ્લાઇ કરવા પડે છે. તપાસ બાદ જ વીઝા આપવામાં આવે છે. આ દેશોમાં અમેરિકા, ચીન, જાપાન, રશિયા અને યુરોપિયન દેશો પણ શામેલ છે.
હેનલે રિપોર્ટ અનુસાર, સિંગાપોરનો પાસપોર્ટ જાપાનને પાછળ છોડીને વિશ્વનો સૌથી પાવરફુલ પાસપોર્ટ બની ગયો છે. સિંગાપોરના પાસપોર્ટ પર દુનિયાના 192 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી મળે છે. જ્યારે, ગયા 5 વર્ષથી નંબર 1 પર જાપાન હતું હવે તે ત્રીજા નંબર પર પહોંચી ગયું છે. બીજી તરફ, અમેરિકા, જે પહેલા નંબર પર હતું તે હવે આઠમાં નંબર પર આવી ગયું છે.
ભારતથી આ 57 દેશોમાં જવા માટે વીઝા ફ્રી એન્ટ્રી કે પછી વીઝા ઓન એરાઇવલનું ઓપ્શન મળે છે.
1.ફીજી, 2.માર્શલ આઇલેન્ડ, 3.માઇક્રોનીશિયા, 4.નિયુ, 5.પલાઉ આઇલેન્ડ, 6.સમાઓ, 7.તુવાલૂ, 8.વનુઆટૂ, 9.ઇરાન, 10.જોર્ડન, 11.ઓમાન, 12.કતર, 13.અલ્બેનિયા, 14.સર્બિયા, 15.બારબાડોસ, 16.બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, 17.ડોમિનિકા, 18.ગ્રેનેડા, 19. હૈતી, 20.જમૈકા, 21.મોન્ટેસેરાટ, 22.સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, 23.સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેજિયન્સ, 24.ત્રિનિદાદ અને ટોબૈગો, 25.કંબોડિયા, 26.ઇન્ડોનેશિયા, 27.ભૂટાન, 28.સેન્ટ લુસિયા, 29.લાઓસ, 30.મકાઓ, 31.માલદીવ, 32.મ્યાનમાર, 33.નેપાળ, 34.શ્રીલંકા, 35.થાઇલેન્ડ, 36.તમોર લેસ્તે, 37.બોલીવિયા, 38. ગૈબોન, 39.ગિનિ બિસાઉ, 40.મેડાગાસ્કર, 41.મોરિટાનિયા, 42.મોરેશિયસ, 43.મોઝામ્બિક, 44.રવાંડા, 45.સેનેગલ, 46.સેશલ્સ, 47.સિએરા લિયોન, 48.સોમાલિયા, 49.તંઝાનિયા, 50.ટોગો, 51.ટ્યુનીશિયા, 52.ઝિમ્બાબ્વે, 53.કેપ વર્ડે આઇલેન્ડ, 54.કોમોરો આઇલેન્ડ, 55.બુરુંડી, 56.કઝાકિસ્તાન, 57.એલ સાલ્વાડોર
હાલની રેન્કિંગ અનુસાર, જ્યાં સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી મજબૂત છે. જ્યારે, અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો છે. ત્યાર બાદ, ઇરાક, સીરિયાનો નંબર આવે છે. જ્યારે, પાકિસ્તાનનો પાસપોર્ટ હાલ સૌથી ખરાબ સ્થિતિમાં છે. પાકિસ્તાનનો પાસપોર્ટ વિશ્વનો ચોથા નંબરનો સૌથી નબળો પાસપોર્ટ છે. પાકિસ્તાનને ફક્ત 33 દેશોમાં જ વીઝા ફ્રી એન્ટ્રી મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp