શું ટ્રેન ન ચાલી તો જવાનોએ ધક્કો મારીને કરી સ્ટાર્ટ? રેલવેએ જણાવ્યું સત્ય

PC: twitter.com

બાઇક, બસ કે કારને ધક્કો મારતા તો તમે ઘણી વખત જોયા હશે કે તેની બાબતે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ટ્રેનને ધક્કો આપીને ચાલુ કરતા જોઈ છે કે એ બાબતે સાંભળ્યું છે? સાંભળીને ચોંકવું અને તેની બાબતે વિચારવું સ્વાભાવિક છે કે આખરે ટ્રેનને કઈ રીતે ધક્કો આપીને ચલાવી શકાય છે. શું એ સંભવ થઈ શકે છે. ભારતીય રેલવે સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવી કહ્યુ છે કે ટ્રેન ચાલુ થઇ રહી નહોતી તો, જવાનોએ ધક્કો  મારીને ચાલું કરી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 3 દિવસ અગાઉની છે.

 

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રેલ અને પોલીસકર્મી ટ્રેન ધક્કો આપી રહ્યા છે. આ લોકોના ધક્કાથી ટ્રેન ચાલે છે. આ વીડિયો જોઈને લોકો ઘણા પ્રકારની વાતો બનાવી રહ્યા છે. રેલવેની છબી પર આંગળી ઉઠાવી રહ્યા છે. અમે તમને આ વાયરલ વીડિયોની હકીકત બતાવી રહ્યા છીએ, જે તમારે જાણવી જરૂરી છે. તેની હકીકત જાણીને તમે પણ આ ધક્કો આપનારને સલામ કરશો. ઉલ્લેખનીય છે કે 3 દિવસ અગાઉ હૈદરાબાદ જઈ રહેલી (હાવડા-સિકંદરાબાદ) ફલકનૂમા એક્સપ્રેસના 5 ડબ્બામાં બોમ્મઇપલ્લી પાસે આગ લાગી ગઈ હતી.

દક્ષિણ મધ્ય રેલવે CPRO બતાવે છે કે, આગ લાગવાથી S2 થી S6 કોચો સળગી ગયા. આગ ફેલાતી જઈ રહી હતી. આગને અન્ય કોચો સુધી ફેલાતી રોકવા માટે 3 કોચ S1 અને 2 જનરલ કોચોવાળા પાછલા હિસ્સાને અલગ કરી દેવામાં આવ્યા. જીવ જોખમમાં નાખીને રેલવે કર્મચારીઓ અને સ્થાનિક પોલીસે ધક્કો આપીને કોચોને આગ લાગેલા કોચોથી દૂર કર્યા. આ પગલું નુકસાનને ઓછું કરવા અને યાત્રીઓના સામાનને બચાવવા માટે ઉઠાવવામાં આવ્યું છે. ટ્રેનને ધક્કો આપવાના વીડિયોની આ હકીકત છે. ટ્રેનને નહીં 3 કોચોને ધક્કો આપવા આવ્યો.

દક્ષિણ મધ્ય રેલવેએ વાયરલ વીડિયોને લઈને ટ્વીટ કરીને સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. રેલવેએ કહ્યું કે, આ વીડિયો 7 જુલાઇ 2023ના રોજ ટ્રેન નંબર 12703માં આગ લાગવાની ઘટના સાથે સંબંધિત છે. વીડિયો ટ્રેનમાં વધુ ફેલાતી રોકવા માટે રેલવેના કર્મચારીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા પાછળના ડબ્બાને અલગ કરવાનો છે. ઇમરજન્સી જોતા એન્જિનની મદદની પ્રતિક્ષા કર્યા વિના જ ડબ્બાને અલગ કરવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp