વીઝા પૂરા થતા દિલ્હી પોલીસ આફ્રિકનને પકડી ગઇ, 100 આફ્રિકનોએ ચોકી પર હુમલો કર્યો

PC: ndtv.com/india

ગુજરાતીમાં એક કહેવત છે કે ચોરી પર સીનાજોરી, આ વાત દિલ્હીની એક ઘટનામાં સામે આવી છે.  વીઝા વગર ભારતમાં રહેતા આફ્રિકન મૂળના લોકોની પોલીસ અટકાયત કરવા ગઇ તો 100થી વધારે આફ્રીકન લોકોએ પોલીસ પર હુમલો કરી દીધો હતો.

દિલ્હીમાં રહેતા આફ્રિકન મૂળના કેટલાક લોકો પર પોલીસ ટીમ પર હુમલો કરવાનો આરોપ છે. આફ્રિકન મૂળના ઓછામાં ઓછા 100 લોકોએ દક્ષિણ દિલ્હીના નેબસરાઈ વિસ્તારમાં પોલીસકર્મીઓને ઘેરી લીધા અને કથિત રીતે હુમલો કર્યો હતો. વાત એમ હતી કે 7 જાન્યુઆરીએ, દિલ્હી પોલીસે ગેરકાયદેસર  રહેતા કેટલાક નાઇજિરિયન નાગરિકોની અટકાયત કરી હતી. પોલીસનું કહેવું છે કે આ લોકો વિઝાની મુદત પૂરી થયા બાદ પણ અહીં રહી રહ્યા હતા. પોલીસે કુલ 5 લોકોની અટકાયત કરી છે.

દિલ્હી પોલીસ અને નાર્કોટિક્સ વિભાગે 7મી જાન્યુઆરીએ ચેકિંગ ઓપરેશન શરૂ કર્યું હતું. આ અંતર્ગત ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકોને દેશનિકાલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી. દિલ્હી પોલીસની ટીમ બપોરે 2.30 વાગ્યે નેબસરાયના રાજુ પાર્ક વિસ્તારમાં પહોંચી હતી. પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી ત્યારે આસપાસના લોકોએ ટીમને ઘેરી લીધી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, અટકાયત કરવામાં આવેલા 3 લોકોને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવી રહ્યા હતા. પરંતુ લગભગ 100 આફ્રીકન લોકોએ પોલીસ વાહનને રોકી લીધું હતું. એ દરિમાયન બે નાઇઝિરયન નાગરિક પોલીસ પકડમાંથી ભાગુ છુટ્યા હતા. વીડિયોમાં આફ્રીકન મૂળના અનેક લોકો પોલીસ સાથે ઘર્ષણ કરતા નજરે પડી રહ્યા છે.

ટોળાને રોકવા માટે પોલીસે લાઠી ચાર્જનો ઉપયોગ કર્યો હતો, પરંતુ ભીડ એટલી હતી કે પોલીસે મજબૂરીમાંથી ત્યાંથી ભાગી જવું પડ્યું. એ પછી સાંજે પાછી પોલીસ પહોંચીતો ફરી 150થી 200 લોકોએ પોલીસને ઘેરવાની કોશિશ કરી હતી. પરંતુ આમ છતા પોલીસે એક મહિલા સહિત 4 નાઇઝિયન નાગરિકની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું તેમની પાસે ભારતમાં રહેવા માટેના કોઇ સત્તાવાર દસ્તાવેજો નથી. તેમને તેમના દેશમાં મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.

દિલ્હી પોલીસનો આરોપ છે કે ભીડે પોલીસ ટીમ સાથે ગેરવર્તન કર્યું હતું. જો કે, કાર્યવાહી અટકાવવા માટે કોઈની સામે કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસે કહ્યું છે કે તેઓ સમગ્ર મામલાની તપાસ કરશે અને કેસ નોંધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp