હવે વૈષ્ણોદેવીમાં પણ કરી શકાશે તિરુપતિના દર્શન, 8 જૂને પહેલીવાર કપાટ ખુલશે
જમ્મુમાં બનેલા સૌથી મોટા તિરુપતિ બાલાજી મંદિરના દરવાજા 8મી જૂને લોકો માટે ખોલવામાં આવશે. આજથી જમ્મુના તિરુપતિ બાલાજી મંદિરમાં ત્રણ દિવસીય પૂજાનો પ્રારંભ થયો છે. દરેક લોકો 8 જૂનની રાહ જોઈ રહ્યા છે, જ્યારે લાખો લોકો જમ્મુમાં જ ભગવાન શ્રી તિરુપતિ બાલાજીના દર્શન કરશે.
જમ્મુના સિધરા વિસ્તારમાં બનેલા સૌથી મોટા તિરુપતિ બાલાજી મંદિરના કપાટ પહેલીવાર 8 જૂને લોકો માટે ખોલવામાં આવશે. આજથી જમ્મુના તિરુપતિ બાલાજી મંદિરમાં ત્રણ દિવસીય પૂજા શરૂ થઈ છે અને મંદિરોનું શહેર જમ્મુ મંત્રોના જાપથી ગુંજી રહ્યું છે. શહેરનો દરેક વ્યક્તિ 8મી જૂનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. જ્યારે લાખો લોકો જમ્મુમાં જ ભગવાન શ્રી તિરુપતિ બાલાજીના દર્શન કરશે. માતા વૈષ્ણો દેવી દરબાર પછી જમ્મુનું તિરુપતિ બાલાજી મંદિર આ શહેરનું પહેલું આટલું મોટું મંદિર હશે.
તિરુપતિ બાલાજી મંદિર એ ભારતના સૌથી આદરણીય તીર્થસ્થાનોમાંનું એક છે. ટૂંક સમયમાં જ તીર્થયાત્રીઓને જમ્મુના પર્વતોમાં બનેલા વિશાળ તિરુપતિ બાલાજી મંદિર પરિસરની મુલાકાત લેવાની તક મળશે. જમ્મુમાં ભવ્ય તિરુપતિ બાલાજી મંદિર પરિસરનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. જમ્મુમાં આવેલું તિરુપતિ બાલાજી મંદિર 8 જૂને જાહેર જનતા માટે ખુલ્યા બાદ સમગ્ર ભારતમાંથી ભક્તોને આકર્ષિત કરશે. આનાથી જમ્મુમાં ધાર્મિક પ્રવાસનને વેગ મળશે અને સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે. તિરુપતિ બાલાજી મંદિરને વૈષ્ણો દેવી મંદિર અને અમરનાથ યાત્રા જેવા પ્રખ્યાત ધાર્મિક પ્રવાસન સ્થળો સાથે જોડવામાં આવશે.
તેથી, જમ્મુ અને કાશ્મીર માટે આવા ધાર્મિક પ્રવાસન પેકેજ નજીકના ભવિષ્યમાં આવી શકે છે, જે આ ધાર્મિક સ્થળોએ યાત્રાળુઓને એક સાથે લઈ જશે. એવી અપેક્ષા છે કે, 8 જૂને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા તિરુપતિ બાલાજી મંદિરનું ઉદ્ઘાટન કરશે. ત્યાર પછી મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવશે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના પ્રમુખ Y.V. સુબ્બા રેડ્ડી પણ અન્ય પૂજારીઓ અને બોર્ડના સભ્યો સાથે આ પ્રસંગે હાજર રહેશે. તિરુપતિ બાલાજી મંદિર પરિસરમાં પૂજા, જરૂરી સુવિધાઓ અને ભક્તોના આરામ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં પાર્કિંગની જગ્યા, એક ધ્યાન કેન્દ્ર, વેદ વિશેના શિક્ષણ માટે વેદ પાઠશાળા, રહેઠાણ અને શૌચાલય સંકુલનો પણ સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp