
લગ્નનો મોકો ખૂબ જ સ્પેશિયલ હોય છે. જોકે, કેટલીક વખત મોકા પર કંઇક એવી ઘટના બની જાય છે કે, જે ન થવી જોઇએ. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એવો છે, કે જેને જોઇને તમે ચોંકી ઉઠશો.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જ્યાં લગ્ન દરમિયાન એક દુર્ઘટના બનવા પામી છે. ચારે બાજુ ખુશીનો માહોલ હતો. દરેક સગા સંબંધીઓ લગ્નના રિવાજ કરવામાં લાગ્યા હતા, મઝાક મસ્તી ચાલી રહી હતી. એ જ દરમિયાન ત્યાં દિવાલ તુટી ગઇ અને ચારે બાજુથી ચિચિયારીનો અવાજ આવવા લાગ્યો અને ખુશીનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો.
તમે આ વાયરલ વીડિયોમાં જોઇ શકો છો કે લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. વરરાજા અને દુલ્હન લગ્નના રિવાજ નિભાવી રહ્યા છે. આસ પાસ ઘરવાળા અને સગા સંબંધીઓ હાજર છે. દલ્હો અને દુલ્હન દિવાલની પાસે ઉભા હતા. ત્યારે જ દિવાલનો એક ટુકડો સુધો દુલ્હાની ઉપર પડે છે અને તે જમીન પર પડી જાય છે. દરેક જણ ડરીને અવાજ કરવા લાગે છે. ત્યાં, હાલ સગા સંબંધીઓ દુલ્હાને ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોને હાલ સુધીમાં 87019 લાઇક મળી ચૂકી છે. આ વીડિયો પર પણ નેટિજન્સ મઝાકિયા કમેન્ટ કરવાથી નથી ચૂકી રહ્યા. એક યુઝરે શાયરાના અંદાજમાં કમેન્ટ કરી છે કે, દગો કર્યો છે, તે અમે કદી ભુલી ન શકીશું, જે દિવસે તમારા લગ્ન થશે, ઇંટો મારીને દુલ્હાનું માથુ ફોડી નાખીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp