નર્મદા નદીમાં અચાનક પાણી વધી ગયા, ન્હાવા પડેલા શ્રદ્ધાળુઓ ફસાઇ ગયા, જુઓ વીડિયો

PC: navbharattimes.indiatimes.com

નર્મદા નદીમાં રવિવારે ન્હાવા પડેલા લોકો અચાનક પાણી વધી જવાને કારણે અટવાઇ ગયા હતા, પરંતુ સદનસીબે તેમને મદદ મળી ગઇ અને બધા સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા.

મધ્ય પ્રદેશમાં આવેલા ખંડવાના ઓમકારેશ્વરમાં  નર્મદા નદીમાં ન્હાવા પડેલા શ્રદ્ધાળુઓના જીવ તાળિયે ચોંટી ગયા હતા, નદીમાં અચાનક પાણી વધી જવાને કારણે અનેક લોકો અધવચ્ચે ફસાઇ ગયા હતા, જો કે નાવિકોએ સમયસર બધાને બચાવી લેતા  એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઇ હતી.નદીના પાણીમાં ફસાયેલા શ્રદ્ધાળુઓ પાણી વધી જવાને કારણે ગભરાઇ ગયા હતા પરંતુ જ્યારે હેમખેમ બહાર આવ્યા ત્યારે ભગવાનનો પાડ માન્યો હતો.

MPના ખંડવામાં એક મોટી દુર્ઘટના ટળી ગઇ છે. ઓમકારેશ્વર ખાતે 15 થી વધુ શ્રદ્ધાળુઓ નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા હતા. આ દરમિયાન નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો હતો. પાણીનું સ્તર વધતાં નદીમાં સ્નાન કરી રહેલા લોકો ફસાયા હતા. આ પછી તેમને બચાવી લેવામાં આવ્યા છે. તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ડેમમાંથી અચાનક પાણી છોડવાને કારણે નદીનું જળસ્તર વધી ગયું હતું. જેના કારણે શ્રદ્ધાળુઓ અધવચ્ચે જ અટવાયા હતા

ખંડવા જિલ્લામાં આવેલા ઓમકારેશ્વરમાં મોટી સંખ્યામાં લોકો જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આવે છે અને અહીં આવેલા લોકો મોટાભાગે નર્મદા નદીમાં સ્નાન કરીને પછી જ જાય છે. રવિવારે પણ કેટલાંક શ્રદ્ધાળુઓ નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે નદીનું જળસ્તર અચાનક વધી ગયું હતું. લોકોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ નાવિકોએ સુઝબુઝ રાખીને એક પછી એક શ્રદ્ધાળુઓને નદીમાંથી સહીસલામત બહાર કાઢી લીધા હતા.સદનસીબે કોઇનો જીવ ન ગયો.

નેશનલ હાઇડ્રોલિક પાવર કોર્પોરેશન (NHPC)એ પાણી છોડતા પહેલા કોઇ સુચના આપી નહોતી. સવારે અચાનક પાણી છોડી દીધુ હતં, આ તો સારુ કે નાવિકોની નજર પડીને શ્રદ્ધાળુએને બચાવી લેવાયા, પરંતુ કર્મચારીઓની આ ગંભીર બેદરકારી છે. રવિવારે તો ઓમકારેશ્વરમાં વધારે ભીડ રહેતી હોય છે.

મધ્ય પ્રદેશના ખંડવામાં આવેલા ઓમકારેશ્વર એક હિંદુ મંદિર છે. જે નર્મદા નદીની વચ્ચે મન્ધાતા કે શિવપુરી નામક ટાપુ પર આવેલું છે. આ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ માનું  એક છે. સદીઓ પહેલા અહીં ભીલ જાતિના લોકોએ વસ્તી વસાવી હતી અને અત્યારે આ જગ્યા તેની ભવ્યતા અને ઇતિહાસ માટે પ્રસિદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp