મહિલાએ દુપટ્ટો નાખીને બસની સીટ રોકી, તેના પર બીજી બેસતા જ લડાઈ શરૂ થઈ

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યા પછી 5 ગેરેન્ટીમાં સમાવિષ્ટ મહિલાઓ માટે મફત બસ મુસાફરીની સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ બસોમાં મુસાફરી કરવા માટે મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચી રહી છે. કર્ણાટકના મૈસૂરમાં બસમાં સીટને લઈને બે મહિલાઓ એકબીજા સાથે મારામારી પર ઉતરી આવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, મૈસૂર સિટી બસ ટર્મિનલ પર બસની સીટને લઈને બે મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો અને પછી મારામારી શરુ થઈ હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બે મહિલાઓ વચ્ચે સીટને લઈને ઝઘડો શરુ થાય છે અને પછી જોત જોતામાં તે બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ જાય છે. બંને મહિલાઓ તે બેઠક પર પોતાનો દાવો રજૂ કરી રહી હતી. આ ઘટના મૈસુરથી ચામુંડી હિલ્સ જઈ રહેલી બસમાં બની હતી.
મળતી માહિતી મુજબ, એક મહિલાએ દુપટ્ટો મૂકીને સીટને રોકી લીધી હતી. બીજી મહિલાએ તેનો દુપટ્ટો હટાવીને તે સીટ પર કબજો કરી લીધો. પ્રથમ મહિલાએ સીટ પર બેઠેલી બીજી મહિલાને સીટ પરથી ઉઠી જવા કહ્યું પરંતુ જ્યારે તેણે તેમ કરવાની ના પાડી તો બંને એકબીજા સાથે બોલાચાલી કરવા લાગી. વાતચીત ઉગ્ર થતા બંને એકબીજા સાથે ધક્કા-મુક્કી અને મારપીટ કરવા લાગી હતી. વીડિયોમાં બસમાં હાજર કેટલીક મહિલાઓ અને યુવકો ઝઘડતી મહિલાઓને અલગ કરવાનો પ્રયાસ કરતા પણ જોવા મળે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો મહિલાઓ માટે મફત બસ સેવાને લઈને મશ્કરી પણ કરી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, તાજેતરમાં યોજાયેલી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ સત્તામાં આવ્યા બાદ સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની જાહેરાત કરી હતી. કોંગ્રેસને પણ આ જાહેરાતનો ફાયદો વિધાનસભાની ચૂંટણીમાં મળ્યો અને પાર્ટીએ ચૂંટણી જીતી લીધી.
ચૂંટણી જીત્યા બાદ CM સિદ્ધારમૈયાએ આ યોજના લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ પછી, શક્તિ યોજના હેઠળ 11 જૂનથી તમામ મહિલાઓ માટે મફત બસ સવારી સેવા શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મહિલાઓ રાજ્યની અંદર ગમે ત્યાં મુસાફરી કરી શકે છે. તેમને AC બસ સિવાય કોઈપણ બસમાં મફત મુસાફરીની સુવિધા મળશે.
Fights erupting in Mysore, Karnataka’s free bus service scheme. pic.twitter.com/4ugFTuK039
— Tathvam-asi (@ssaratht) June 20, 2023
જો કે, મફત બસ મુસાફરીનો લાભ લેવા માટે, મહિલાઓ માટે ઓળખ કાર્ડ હોવું ફરજિયાત શરત છે. ફોટો અને સરનામા સાથેનું ઓળખ પત્ર બતાવવા પર જ તેમને મફત મુસાફરીની મંજૂરી આપવામાં આવશે. મહિલાઓ માટે સેવા સિંધુ પોર્ટલની મદદથી પાસ માટે અરજી કરવાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp