મહિલાએ બે પતિને છોડી દીધા, ત્રીજાની હત્યા કરી, પછી ચોથી વખત લગ્ન કરવા જઈ રહી હતી

PC: jantaserishta.com

પટનાના ફુલવારી શરીફમાં ઉત્તર પ્રદેશના બદાયૂંના એક યુવકના મોતનો મામલો પોલીસે ઉકેલી લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર સાસુ, સસરા અને પત્નીએ મળીને યુવકનું ગળું દબાવીને હત્યા કરી હતી. મૃતકની પત્ની અસમેરી ખાતૂન ઉર્ફે મંજુ દેવી આ અગાઉ પણ બે લગ્ન કરી ચુકી હતી. મૃતક સુભાષ પ્રજાપતિના ભાઈનું કહેવું છે કે, તેની ભાભીનું કોઈ અન્ય સાથે અફેર ચાલતું હતું અને તે ચોથી વખત લગ્ન કરવા માંગતી હતી.

સુભાષ આનો વિરોધ કરતો હતો. જેના કારણે તેની હત્યા કરવામાં આવી હતી. જ્યારે પોલીસનું કહેવું છે કે મૃતક નશાનો વ્યસની હતો, તેથી તેની પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા. જેના કારણે તેની હત્યા કરવામાં આવી હતી. પરિવારજનોએ જણાવ્યું કે, સુભાષ પ્રજાપતિએ બે વર્ષ પહેલા ફુલવારી શરીફ ભુસૌલા દાનાપુરની રહેવાસી અસમેરી ખાતુન સાથે લગ્ન કર્યા હતા.

અસમેરી ખાતૂન પહેલા પણ બે વાર લગ્ન કરી ચૂકી છે. બંને પતિઓને છોડી દીધા પછી અસમેરી ખાતુને બે વર્ષ પહેલા સુભાષ પ્રજાપતિ સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. મૃતકના ભાઈ બ્રિજેશ પ્રજાપતિએ જણાવ્યું કે, અસમેરી ખાતૂને સુભાષને લાલચ આપીને તેની સાથે લગ્ન કર્યા હતા. અસમેરી ખાતુનને બે પતિથી બે બાળકો પણ છે.

સુભાષ પ્રજાપતિના ભાઈ બ્રિજેશ પ્રજાપતિએ જણાવ્યું કે, સુભાષની પત્ની અસમેરી ખાતૂનના અન્ય છોકરા સાથે ગેરકાયદેસર સંબંધો હતા. સુભાષ પછી તેની પત્ની અસમેરી ખાતુન તે છોકરા સાથે ચોથી વખત લગ્ન કરવા ઈચ્છતી હતી. આ અંગે સુભાષ પ્રજાપતિને જાણ થઈ હતી. સુભાષને આ અંગેની માહિતી મળતાં જ તેણે તેની પત્ની અસમેરી ખાતૂન સાથે તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે, આ વિરોધના કારણે પત્ની અસમેરી ખાતૂન, સાસુ અખ્તરી ખાતૂન અને સસરા મોહમ્મદ અલાઉદ્દીને મળીને તેમના જમાઈનું દોરડાથી ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.

ફુલવારી શરીફ પોલીસ સ્ટેશનના પ્રભારી સફીર આલમે જણાવ્યું હતું કે, શુક્રવારે સુભાષ પ્રજાપતિનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યા પછી પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસને મૃતકના ગળા પર નિશાન મળી આવ્યા હતા. તે પછી તેણે તપાસનો એંગલ બદલ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી સુભાષની હત્યા કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું હતું. સુભાષના સાસરિયાના વિસ્તારમાંથી લાશ મળી આવી હતી. પોલીસે સાસરિયાંઓની કડક પૂછપરછ કરતાં તેઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp