પ્રેમથી વાતો કરીને હૉટલ બોલાવતી હતી મહિલા અને પછી છેતરપિંડીની ઘટનાને આપતી અંજામ

PC: bhaskar.com

રાજસ્થાનમાં અલવર પોલીસે હનિ ટ્રેપના માધ્યમથી અપહરણ કરીને છેતરપિંડી કરનારી ગેંગનો પર્દાફાસ કરવામાં આવ્યો છે. પોલીસે એક મહિલા અને તેના પતિની ધરપકડ કરી લીધી છે. ગેંગના એક આરોપીની પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી હતી. સાથે જ ગેંગના અન્ય આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે. અકબરપુર પોલીસ સ્ટેશનની પોલીસને પૂછપરછમાં ખબર પડી કે અનીતા અને તેનો પતિ પૂનિયારામ, પુનખર પોલીસ સ્ટેશનના માલાખેડાના રહેવાસી છે.

અનીતા અજાણ્યા લોકોને મોબાઈલથી ફોન કરતી હતી અને પોતાના જાળમાં ફસાવતી હતી. પછી તેમને હૉટલ બોલાવતી હતી. ત્યારબાદ પતિને બોલાવીને પોતાની જાળમાં ફસાવેલા વ્યક્તિનું અપહરણ કરાવી લેતી હતી. ત્યારબાદ ગેંગ મોટી રકમ વસૂલતી હતી. રૂપિયા ન આપવા પર મહિલા તરફથી ધમકી આપવામાં આવતી હતી કે રેપ કેસમાં ફસાવીને બદનામ કરી દેશે. ધરપકડથી એક દિવસ અગાઉ પતિ-પત્નીએ એક યુવક પાસેથી 3 લાખ રૂપિયા વસૂલ્યા હતા.

આ બાબતે મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી પ્રેમલતા વર્માએ જણાવ્યું કે, અનીતા અજાણતા લોકોને ફોન કરતી હતી. પછી પ્રેમભરી વાતો કરવા લાગતી હતી. તેને જાળમાં ફસવાની કહેતી હતી ‘હું એકલી છું, તમે મને થોડા સમય સુધી વાત કરી શકો છો?’ થોડા દિવસ સુધી ફોન પર પ્રેમની વાતો કર્યા બાદ મહિલા તેને હૉટલ બોલાવતી હતી. ત્યાં મહિલાની ગેંગના લોકો પહેલા જ આસપાસ ડેરો નાખીને રહેતા હતા. હૉટલથી નીકળ્યા બાદ જ્યારે યુવક જવા લાગતો હતો તો ગેંગના સભ્ય ગાડીથી પીછો કરતા અને તેનું અપહરણ કરી લેતા હતા. ત્યારબાદ મારામારી કરીને બળજબરીપૂર્વક પૈસા ટ્રાન્સફર કરાવી લેતા હતા.

મોટી રકમ ન આપવા પર રેપનો કેસ નોંધાવવાની ધમકી આપતા હતા. એક અઠવાડિયા અગાઉ અકબરપુર પોલીસ સ્ટેશનની પોલીસે લગભગ અઢી સો (250) કિલોમીટરનો પીછો કરતા બે યુવકોને હની ટ્રેપ ગેંગના અપહરણકર્તાઓની જાળમાંથી મુક્ત પણ કરાવ્યા હતા. પોલીસ સ્ટેશનાના ઇન્ચાર્જ પ્રેમલતાએ જણાવ્યું કે, અનીતા અજાણ્યા લોકોને ફોન કરતી હતી. મિત્રતા વધારીને પ્રેમનું નાટક કરતી. પછી હૉટલ બોલાવતી.

પીડિત જ્યારે તેણે બતાવેલી હૉટલ પર પહોંચતો તો પોતાનો સાથી આરોપી પુનિયારામ અને અન્ય હૉટલ પહોંચી જતા અને તેની સાથે મારામારી કરતા, કિડનેપ કરીને ખંડણી વસૂલતા અને બેંકથી પૈસા ટ્રાન્સફર કરાવતા. પીડિત ફરિયાદ કરવાની વાત કહેતો તો રેપનો કેસ કરવાની ધમકી આપવામાં આવતી હતી. આ ગેંગ તરફથી અત્યાર સુધી આ પ્રકારની 2 ઘટનાઓને અંજામ આપવામાં આવી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp