પરિવારના સભ્યોની સામે જ થ્રેસરમાં મહિલાના અનેક ટુકડા થઇ ગયા

PC: twitter.com

નૈનવાં પોલીસ સ્ટેશન વિસ્તારના બામ્બુલી ગામમાં મંગળવારે સવારે એક દર્દનાક અકસ્માત થયો હતો. સરસવનો પાક લણતી વખતે થ્રેશર મશીનમાં તેની ઓઢણી આવી જતાં 35 વર્ષીય પરિણીત આખી અંદર ખેંચાઈ ગઈ હતી અને તે મહિલાના શરીરના અનેક ટુકડા થઈ ગયા હતા. સ્વજનો મૃતદેહને પોટલામાં ભરીને હોસ્પિટલ પહોંચ્યા હતા.

સંબંધીઓ અને પોલીસના જણાવ્યા અનુસાર, જાનકીબાઈ પત્ની કાજોદ ધાકડ, મંગળવારે સવારે 10 વાગ્યે તેના પતિ અને સસરા સાથે થ્રેસર મશીનથી ખેતરમાં સરસવનો પાક કાઢી રહી હતી. સરસવનો પૂળો આપતી વખતે અચાનક તેની ઓઢણી ચાલુ થ્રેસરની અંદર મશીનમાં ખેંચાઈ ગઈ હતી. પહેરેલું કપડું મશીનમાં આવતા જ એક જ ઝાટકે કપડાંની સાથે તેનું શરીર પણ મશીનની અંદર ખેંચાઈ ગયું હતું.

જ્યાં સુધી સંબંધીઓ થ્રેશર મશીન બંધ કરે કરે ત્યાં સુધીમાં તેનું આખું શરીર મશીનમાં ફાટી ગયું હતું. પરિજનોએ લાશને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ સ્ટેશન ઓફિસર સુભાષ ચંદ્ર શર્મા, ASI શંકરલાલ યાદવ અને રાજેન્દ્ર સિંહ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. નાયબ તહસીલદાર રામદેવ ખરેડિયા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને અકસ્માતની જાણકારી મેળવી હતી. ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નૈનવાં ઉપજિલા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

પરિવારજનોના જણાવ્યા અનુસાર, થ્રેસર મશીન ચાલુ થયાની થોડીવાર બાદ જ આ અકસ્માત સર્જાયો હતો. જાનકીએ થ્રેસરમાં થોડાક જ પૂળાઓ મુખ્ય હતા કે આ અકસ્માત થયો. તે સમયે પતિ અને સસરા પણ ત્યાં હાજર હતા. મૃતકના ભાઈની જાણના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. મૃતકના પરિવારમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. અકસ્માતે તેની પાસેથી માતાનો પ્રેમ છીનવી લીધો. માતાનો મૃતદેહ ઘરે પહોંચતા જ તેઓ વિલાપ કરવા લાગ્યા અને પછડાટ ખાવા લાગ્યા. પતિ કજોડ પણ બેભાન થઈ ગયો હતો. પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. દર્દનાક અકસ્માતથી બામ્બુલી ગામના લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. અકસ્માતના પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp