મહિલા દેવુ ચૂકતે ન કરી શકી તો લેણદારે તેની 11 વર્ષની દીકરી સાથે લગ્ન કરી લીધા

PC: twitter.com

તેમ વર્ષો પહેલાની ફિલ્મો જોઇ હશે તો એમાં ઘણી વખત એવું બતાવવામાં આવે છે કે મહાજન કે ગામના ઠાકુર પાસે રૂપિયા ઉછીના લીધા હોય અને તે પરત આપી શકાય તેમ ન હોય તો દેવું લેનાર પોતાની સગીર દીકરીને લેણદાર સાથે લગ્ન કરાવી દે. આવું ફિલ્મોમાં બતાડવામાં આવતું, અત્યારે જમાનો એકદમ આગળ વધી ગયા છે ત્યારે આવી ઘટનાની કોઇ કલ્પના ન કરી શકે, પરંતુ બિહારના સિવાન જિલ્લામાં આવું બન્યું છે. એક મહિનાએ 2 લાખ રૂપિયા ઉછીના લીધા હતા, જે મહિલા પાછા ન આપી શકી તો લેણદારે તેણીની 11 વર્ષની દીકરી સાથે લગ્ન કરી લીધા.

જાણવા મળેલી માહિતી મુજબ બહારના સિવાનમાં આવેલા લક્ષ્મીપુર ગામમાં રહેતા 40 વર્ષના મહેન્દ્ર પાંડેયએ એક મહિલાને 2 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. ગામના લોકોનું કહેવું છે કે છોકરીની માતાએ 2 લાખ રૂપિયાની લોન લીધી હતી અને માંગણી કરવા છતાં પણ તે પરત કરી શકી ન હતી. પરિવાર ગરીબ છે. મહિલા પૈસા ચૂકવી શકે એમ નહોતી એટલે પોતી 11 વર્ષની દીકરીને મહેન્દ્રના ઘરે કામ કરવા માટે રાખી હતી. એ પછી મહેન્દ્રએ મહિલાની 11 વર્ષની દિકરી સાથે લગ્ન કરી લીધા. જ્યારે ગામના લોકોએ હોબાળો મચાવ્યો તો મહેન્દ્રએ કહ્યુ કે, મારાથી ભૂલ થઇ ગઇ, તમે જે સજા આપશો તે ભોગવવા તૈયાર છું. મહેન્દ્રએ કહ્યું, કે દીકરી તરીકે લાવ્યો હતો,જયાં જવા માંગે ત્યા જઇ શકે છે, તે ઇચ્છે તો રહી શકે છે.

મહેન્દ્ર પાંડેયએ પહેલાં કહ્યુ હતું કે મહિલાની દીકરીને ભણાવશે-ગણાવશે એટલે ઘરમાં રાખી છે. મહેન્દ્રએ છોકરીને ભણાવવાને બદલે પોતે જ લગ્ન કરી લીધા. મહેન્દ્ર પહેલેથી પરણીત છે અને તેને સંતાનો પણ છે.

બીજી તરફ એ વાત પણ સામે આવી છે કે મહેન્દ્રએ છોકરીની માતાને ફોન પર ધમકી આપી છે કે મીડિયાની પાસે ગઇ છે તો જીવવાનું હરામ કરી નાંખીશ. મહેન્દ્રની પત્નીને જ્યારે પુછવામાં આવ્યું તો તેણીએ કહ્યું કે, મારા પતિને જે પસંદ આવ્યું હશે તે કર્યું હશે.

સગીર છોકરીએ કહ્યું કે મારી માતાએ મહેન્દ્ર પાંડેય પાસેથી પૈસા ઉછીના લીધા હતા અને મારી માતા જ મને અહીં મુકી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp