પતિ અને માતાના મૃતદેહો સાથે રહેતી હતી મહિલા, અંતિમ સંસ્કાર ન કર્યાનું કારણ કહ્યુ

PC: newindianexpress.com

તમિલનાડુના ઈરોડ શહેરનો ગોબીચેટ્ટીપલયમ વિસ્તાર એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ચર્ચાનો વિષય બન્યો છે. થોડા દિવસો પહેલા એક વૃદ્ધ અને તેની સાસુનું બીમારીના કારણે મૃત્યુ થયું હતું. વૃદ્ધની પત્ની પાસે એટલા પૈસા નહોતા કે તે બંનેના અંતિમ સંસ્કાર કરી શકે. એટલા માટે તેણે બંનેના મૃતદેહ ઘરની અંદર રાખ્યા હતા. ઘણા દિવસો સુધી ઘરમાં રાખવાને કારણે બંને મૃતદેહો સડવા લાગ્યા અને તેમાંથી દુર્ગંધ આવવા લાગી.

જ્યારે પડોશીઓએ પહેલા પૂછપરછ કરી તો મહિલાએ કહ્યું કે, ઉંદરોએ ગંદકી ફેલાવી છે, તેથી જ તેમાંથી દુર્ગંધ આવે છે, પરંતુ જ્યારે મૃતદેહો સડી જવાને કારણે દુર્ગંધ વધી ગઈ તો તેઓએ પોલીસને જાણ કરી. પોલીસના આગમન પર લોકોને બે લોકોના મોત અને તેમના મૃતદેહ ઘરમાં રાખવાની માહિતી મળી શકી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, શાંતિ નામની મહિલા તેના 73 વર્ષીય પતિ મોહનસુંદરમ અને 80 વર્ષીય માતા કનકમ્બલ, 35 વર્ષીય મનોરોગી પુત્ર સરવણકુમાર સાથે કુમનમ રોડ પર રહેતી હતી. આખા ઘરમાં મોહનસુંદરમ એકમાત્ર કમાનાર હતો. તે ઘર પાસે ચોકીદાર તરીકે કામ કરતો હતો. ચાર મહિના પહેલા મોહનસુંદરમ અને કનકબલ બીમાર પડ્યા હતા. જેના કારણે ઘરમાં આવકનો સ્ત્રોત ખતમ થઈ ગયો. જે પણ બચત હતી તેમાંથી કેટલાક દિવસો સુધી તેનું ગુજરાન જેમ તેમ ચાલતું હતું.

ગરીબીને કારણે શાંતિ લોકોથી દૂર રહેતી અને કોઈની સાથે બોલતી ન હતી. પતિ અને માતા બીમાર પડવાને કારણે તે લાંબા સમય સુધી ઘરની બહાર પણ નહોતી નીકળી. દરમિયાન બંનેના મોત બાદ પડોશીઓએ ઘરમાંથી આવતી દુર્ગંધ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ગંદકી ફેલાવતા ઉંદરોના કારણે દુર્ગંધ આવી હતી, પરંતુ જ્યારે દુર્ગંધ વધી ત્યારે તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘરમાં તપાસ કરતાં બંનેના મૃતદેહ ઘરની અંદર પડેલા મળી આવ્યા હતા. આ પછી મામલો સામે આવ્યો.

પોલીસ કહે છે કે, 'બંને મૃતદેહો ખરાબ રીતે સડી ગયા હતા. શાંતિના પતિનું લગભગ 15 દિવસ પહેલા અને તેની માતાનું પાંચ દિવસ પહેલા મૃત્યુ થયું હોવાની ધારણા છે. તેણી પાસે પૈસા ન હતા અને તે હતાશ હતી. તે અંતિમ સંસ્કાર માટે તેના સંબંધીઓ પાસે પૈસા માંગવા માંગતી ન હતી. અમે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દીધા અને પછી સંબંધીઓની સામે તેમના અંતિમ સંસ્કાર કર્યા.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp