PM મોદીની ગાડી પર મોબાઈલ ફેંકનાર મહિલા મળી, બોલી કેમ ફેંકેલો ફોન

PC: naidunia.com

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન PM નરેન્દ્ર મોદીની ગાડી પર મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ મૈસૂરમાં રોડ શો કરી રહ્યા હતા. જોકે PM નરેન્દ્ર મોદીને  મોબાઈલ હાથ પર ન લાગ્યો અને તેઓ જે ગાડી પર સવાર હતા તેની આગળ પડી ગયો હતો. મોબાઈલ ફેંકાયા બાદ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના જવાનોએ તરત જ PM નરેન્દ્ર મોદીની ગાડી પરથી તે મોબાઈલને દૂર કરવામાં આવ્યો હતો. આ પછી તપાસ કરવામાં આવી અને મોબાઈલ એક મહિલાનો જ હોવાનું બહાર આવ્યું. આ મહિલાએ મોબાઈલ ફેંકવાનું કારણ પણ જણાવ્યું હતું.

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટકના ADGP (કાયદો અને વ્યવસ્થા) આલોક કુમારે કહ્યું, 'જે મહિલાએ PM નરેન્દ્ર મોદીના વાહન પર મોબાઈલ ફોન ફેંક્યો તેનો કોઈ ખરાબ ઈરાદો નહોતો, તેણે ઉત્સાહમાં આવીને ફોન ફેંક્યો હતો, મહિલા પોતે BJPની કાર્યકર છે. છે. અમે તેને ટ્રેસ કરી લીધી છે અને SPGએ તપાસ બાદ તેનો મોબાઈલ પાછો આપી દીધો છે. જો કે, મૈસુર પોલીસે PM નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન મોબાઈલ ફેંકનાર મહિલાને સોમવારે, 1 મેની સવારે તેનું નિવેદન આપવા માટે બોલાવી છે.

આ પહેલા પણ કર્ણાટકમાં બે વખત PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ભંગ થઇ ચુક્યો છે. 25 માર્ચે થયેલા રોડ શો દરમિયાન એક વ્યક્તિ PM નરેન્દ્ર મોદી તરફ દોડ્યો હતો. આ ઘટના દાવણગેરેમાં બની હતી. ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત તૈયાર હતો. જેવો તે વ્યક્તિ ભાગવાનો પ્રયાસ કર્યો કે, તરત જ પોલીસે તેને અધવચ્ચે જ પકડી લીધો.

આ પહેલા જાન્યુઆરીમાં કર્ણાટકના હુબલીમાં જ્યારે PM નરેન્દ્ર મોદીનો રોડ શો પસાર થઇ રહ્યો હતો, ત્યારે એક બાળક PMની નજીક આવી ગયો હતો. આ બાળક છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. જ્યારે PM મોદીનો રોડ શો હુબલીમાંથી પસાર થઈ રહ્યો હતો, તે સમયે તેઓ કારમાંથી બહાર નીકળીને લોકોનું અભિવાદન કરી રહ્યા હતા. એટલામાં રસ્તાના કિનારે ઉભેલો બાળક અચાનક જ તમામ સુરક્ષા વ્યવસ્થાઓને તોડીને PM નરેન્દ્ર મોદીની નજીક આવી ગયો હતો.

બાળકના હાથમાં ફૂલોની માળા હતી અને તે કથિત રીતે PM નરેન્દ્ર મોદીને હાર પહેરાવવા માંગતો હતો. જો કે PM નરેન્દ્ર મોદીની સાથે આવેલા SPG જવાનોએ તરત જ બાળકના હાથમાંથી માળા લઈ લીધી અને બાળકને પરત મોકલી દીધો હતો. આ ઘટનાને PMની સુરક્ષામાં ખામી માનવામાં આવી હતી, પરંતુ કર્ણાટક પોલીસે તેને સુરક્ષામાં ખામી નથી ગણાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp