26th January selfie contest

ડૉક્ટરે મૃત કહી દીધેલા વૃદ્ધા સ્મશાન લઈ જતી વખતે થયા જીવતા

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. 81 વર્ષની એક મહિલાને બ્રેઈન હેમરેજ થયું હતું. ડૉક્ટરોએ તેને બ્રેઈન ડેડ કહ્યુ હતુ. સંબંધીઓએ અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી અને 'મૃતદેહ' સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે મહિલાની આંખો ખુલી. સ્વજનો ચોંકી ઉઠ્યા. ત્યારબાદ મહિલાને ઘરે લાવવામાં આવી હતી, પરંતુ બીજા દિવસે જ મહિલાનું મોત થયું હતું.

આ સમગ્ર મામલો ફિરોઝાબાદના જસરાના શહેરના બિલાસપુરનો છે. અહીંના રહેવાસી હરિભેજી (81)ને બિમારીના કારણે 23 ડિસેમ્બરે ફિરોઝાબાદના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટ્રોમા સેન્ટરમાં મંગળવારે હરિભેજીના બ્રેન અને હૃદયે કામ કરવાનું બંધ કરી દીધું હતું. ડ્યુટી પર હાજર તબીબે કહ્યું કે તે હવે ક્લિનિકલી ડેડ છે.

સંબંધીઓને ડૉક્ટરે કહ્યું કે જો તેઓ અન્ય કોઈ ખાનગી વિધિ કરવા માંગતા હોય તો તેઓ કરી શકે છે. મંગળવારે જ હરિભેજીનો પુત્ર સુગ્રીવ સિંહ તેની માતાને મૃત માનીને અંતિમ સંસ્કાર માટે જસરાના લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન સ્વજનોને પણ તેમના મૃત્યુની જાણ કરવામાં આવી હતી, પરંતુ રસ્તામાં જ સિવિલ લાઇન અને મખ્ખનપુર વચ્ચે હરિભેજીએ અચાનક આંખ ખોલી હતી.

સંબંધીઓને લાગ્યું કે ડૉક્ટરે તેમને ખોટું કહ્યું છે, આ તો જીવિત છે. ત્યારબાદ હરિભેજીને તેમના ઘરે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનાથી ગાયનું દાન અપાવવામાં આવ્યું. ગ્રામજનોએ જણાવ્યું કે હરિભેજીએ પણ ચમચીથી ચા પીધી હતી. તેની હાલત ખરાબ જ હતી, પરંતુ તેમનું મૃત્યુ થયું ન હતું. પરિવારના સભ્યોને થોડી રાહત થઈ કે તેમના પરિવારની સૌથી વૃદ્ધ સભ્ય હજી જીવિત છે.

પરંતુ પહેલાથી જ મગજ અને હૃદય કામ કરવાનું બંધ કરી દેતાં હરિભેજીનું બુધવારે અવસાન થયું હતું. મોડી સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હરિભેજીના પુત્ર સુગ્રીવ સિંહનું કહેવું છે કે ડૉક્ટરોએ તેમને મંગળવારે જ મૃત જાહેર કરી દીધા હતા પરંતુ તેમની માતાનું અવસાન બીજા દિવસે થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp