શ્રમિકને 240 ચાંદીના સિક્કા મળ્યા, ઘરે લાવ્યો, ડરના કારણે સૂતો નહીં, સવારે....

PC: twitter.com

મધ્યપ્રદેશના દમોહમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. ઘરના બાંધકામમાં રોકાયેલા એક શ્રમિકને બ્રિટિશ કાળના 240 ચાંદીના સિક્કા મળ્યા. યુવક આ ખજાનો લઈને તેના ઘરે ગયો. પરંતુ ડરના કારણે તે આખી રાત સૂઈ શક્યો નહીં. સવાર પડતાં જ યુવક આ સિક્કા લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સિક્કાઓથી ભરેલી પોટલી સ્ટેશન ઈન્ચાર્જને આપી દીધી. આ પછી પોલીસ અધિકારીઓએ પુરાતત્વ વિભાગને બ્રિટિશ કાળના સિક્કાઓ મળવા અંગે જાણ કરી અને તે ઘરનું બાંધકામ અટકાવી દીધું. પોલીસને ખોદકામ દરમિયાન વધુ સિક્કા મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

પોલીસ આ સિક્કાઓની કિંમતનું આકલન કરાવી રહી છે. પોલીસે જણાવ્યું કે, દમોહ જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીનાક્ષી ઉપાધ્યાયના ઘરનું બાંધકામ ચાલી રહ્યું છે. મંગળવારે એક શ્રમિક થાંભલા માટે ખોદકામ કરી રહ્યો હતો. દરમિયાન, ખોદકામ દરમિયાન, તેને મટકીની અંદર બ્રિટિશ કાળના સિક્કા મળ્યા, પરંતુ તેણે મકાનમાલિકને તેની જાણ કરી ન હતી. તે સિક્કા લઈને ઘરે નીકળી ગયો. તે બુધવારે સવારે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સ્ટેશન ઈન્ચાર્જને આ સિક્કા સોંપી દીધા હતા.

મકાનમાલિક મીનાક્ષી ઉપાધ્યાયનું કહેવું છે કે, થાંભલા માટે ખાડો ખોદતી વખતે જ્યાં શ્રમિકને સિક્કા મળ્યા તે જગ્યાએ મંદિર બનાવવામાં આવ્યું છે. ત્યાં કોલમ બનાવીને છાપરું બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી. મંગળવારે શ્રમિક કામ કરી રહ્યા હતા. તેને આ સિક્કા ક્યારે મળ્યા તેની માહિતી બુધવારે ત્યારે મળી જ્યારે પોલીસે તપાસ શરૂ કરી. બીજી તરફ કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિજય રાજપૂતે જણાવ્યું કે, દમોહના બડાપુરા વિસ્તારમાં રહેતા હલ્લે અહિરવારે બુધવારે પોલીસ સ્ટેશન લાવીને સિક્કા સોંપી દીધા છે.

પોલીસે તમામ સિક્કાને પોતાના કબ્જામાં લઇ લીધા છે. તેની કિંમતની જાણકારી માટે તેની તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક જથ્થાબંધ સોના ચાંદીના વ્યાપારી રાજેશ સોનીનું કહેવું છે કે, બ્રિટિશ કાળના રાણી વિક્ટોરિયાની છબી વાળા સિક્કા બજારમાં 800 રૂ પ્રતિ સિક્કાનો ભાવ ચાલે છે, તેથી જો ખોદાણ કરતી વખતે મળેલા આ સિક્કા, જેની સંખ્યા 240 છે તેની કિંમત લગભગ 1 લાખ 92 હજાર હોઈ શકે છે.

પોલીસ અધિકારીએ કહ્યું, હલ્લે અહિરવરે જણાવ્યું કે, મંગળવારે થાંભલા માટે ખાડો ખોદતી વખતે તેમને એક માટલામાં સિક્કા મળ્યા હતા. પહેલા તો તે સિક્કાઓ ચુપકેથી ઘરે લઈ ગયો, પરંતુ ત્યાર પછી તેણે કોતવાલી પોલીસને તે સિક્કા જમા કરાવી દીધા હતા. તમામ સિક્કા 240 બ્રિટિશ કાળના છે. સિક્કાઓ પર રાણી વિક્ટોરિયાનું ચિત્ર છપાયેલું છે. પોલીસે જણાવ્યું કે, આ મામલે સ્થળ પર તપાસ કરવામાં આવી છે. હવે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસે બાંધકામ સ્થળ પર ખોદકામની કામગીરી પણ અટકાવી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp