ભાભી કહીને યુવક ચાર સંતાનોની માતાને ભગાડી ગયો, પતિએ કોર્ટમાં કરી ફરિયાદ

હિન્દીમાં કહેવત છે કે 'પ્રેમ આંધળો હોય છે' અને અંધત્વના નશામાં પ્રેમી-પ્રેમિકા લોક મર્યાદા ભૂલીને એક નવી પોતાની દુનિયા બાંધે છે અને આ કહેવાતા 'પ્રેમ'માં તેઓ હકીકતની દુનિયા છોડીને ભાગી નીકળે છે. આ કહેવત ચરિતાર્થ પૂર્ણિયા જિલ્લાના પ્રેમી યુગલે સાબિત કરી હતી.

બિહારના પૂર્ણિયા જિલ્લામાંથી ચાર બાળકોની માતા તેના પ્રેમી સાથે ભાગી ગઈ. આ પછી, પતિએ તેની પત્નીને પાછી મેળવવા માટે કોર્ટનો સંપર્ક કરવો પડ્યો, જે પછી પોલીસ એક્શનમાં આવી અને મહિલાને શોધી કાઢી હતી. આ મામલો પૂર્ણિયા જિલ્લાના જાનકી નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

ઘટના અંગે મહિલાના પતિ રણજીત કુમાર મહતોએ કોર્ટમાં અરજીમાં જણાવ્યું હતું કે, 'મારા લગ્ન 2010માં નજીકના ગામમાં થયા હતા, ત્યારબાદ અમને બે છોકરા અને બે છોકરીઓ એમ ચાર બાળકો થયા.

પતિએ અરજીમાં વધુમાં લખ્યું છે કે, ઘરના તમામ પુરૂષ સભ્યો પંજાબમાં મજૂર તરીકે કામ કરે છે. તેનો ગેરલાભ ઉઠાવીને તેની પાડોશમાં રહેતા નીતીશ કુમાર મહતોએ તેની 20 વર્ષીય પત્નીને ભાભી-ભાભી કહીને બોલાવતો હતો. તેણે આવી રીતે પટાવીને પોતાના પ્રેમ પ્રકરણની જાળમાં ફસાવી હતી.

પીડિત પતિએ જણાવ્યું કે, નીતિશ મારી પત્નીને બેડરૂમમાં પણ ખાનગી રીતે મળતો હતો, જેનો મારી માતાએ ઘણી વખત વિરોધ કર્યો હતો તેના કારણે પત્ની મારી માતા સાથે ઝઘડો કરતી હતી. વ્યક્તિએ જણાવ્યું કે, 6 જાન્યુઆરી, 2023ના રોજ ચાર બાળકોને છોડીને મારી પત્ની રાતે લગભગ 8 વાગ્યે ઘર બનાવવા માટે રાખેલા 1 લાખ 50 હજાર રૂપિયા અને કિંમતી દાગીના લઈને ભાગી ગઈ હતી.

પીડિતે જણાવ્યું કે, ઘણી શોધખોળ કર્યા પછી પણ જ્યારે મારી પત્ની ન મળી તો તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો હતો, પરંતુ ત્યાં FIR નોંધવામાં આવી નહોતી. આ પછી તેણે કોર્ટની શરણમાં જવું પડ્યું હતું.

પતિના કહેવા પ્રમાણે, ઘટનાના લગભગ બે મહિના પછી, તેની સૂચના પર, પોલીસે મારી પત્નીને નાગર ગામમાં એક ઘરમાંથી શોધી કાઢી. પીડિતે આ કેસમાં 7 લોકોને આરોપી તરીકે નામ આપ્યા હતા અને તેના પર એક કાવતરા હેઠળ તેની પત્નીનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.