ધીરેન્દ્ર શાસ્ત્રી સામે યુવક ચક્કર ખાઈ પડ્યો, ભભૂતિ આપી પણ જીવ ન બચ્યો

PC: navbharattimes.indiatimes.com

બાગેશ્વર ધામમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે એક યુવક ચક્કર ખાઈને બેહોશ થઈને પડી ગયો હતો. આ પછી બાબાએ તેને ભભૂતિ પણ આપી, તેમ છતાં પણ તેની તબિયતમાં સુધારો ન થયો. યુવકને સારવાર માટે નજીકની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

બાગેશ્વર ધામમાં વધુ એક યુવકનું મોત થઇ ગયું છે. મૃતક ગોરખપુરનો રહેવાસી હતો અને ગુજરાતમાં પરિવાર સાથે રહીને ફર્નિચરનું કામ કરતો હતો. થોડા દિવસ પહેલા તેની પત્ની, સાળી અને પુત્ર સાથે બાગેશ્વર ધામ આવ્યો હતો. અહીં તેને અચાનક ચક્કર આવ્યા અને ધામમાં જ બાબાની સામે પડી ગયો. સંબંધીઓ તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ આવ્યા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. મૃતકનું નામ વિજય કશ્યપ બતાવવામાં આવ્યું છે.

મૃતકની સાળી મનીષાએ જણાવ્યું કે, બનેવી, મારી બહેન અને અમને બધાને સાથે લઇ બાગેશ્વર ધામ આવ્યા હતા. મનીષાએ જણાવ્યું કે, તેના બનેવી વિજય કશ્યપને આંચકા આવતા હતા. તે અહીં સાજો થઇ જશે એવી આશા સાથે અમે બાગેશ્વર ધામમાં આવ્યા હતા. જ્યારે, મૃતકની સાળી સાથે હાજર એક વ્યક્તિ, જે પોતાને ધામનો સેવક જણાવતો હતો. તેણે જણાવ્યું કે, વિજયને અચાનક ચક્કર આવ્યા અને નીચે પડી ગયો. અમે બધા તેને બાગેશ્વર મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસે લઈ ગયા. ત્યાં તે થોડીવાર સુધી શ્વાસ લેતો રહ્યો, પણ પછી તેણે બોલવાનું બંધ કરી દીધું.

મૃતકની સાળી મનીષા અને સેવાદારે જણાવ્યું કે, વિજયને ધીરેન્દ્ર મહારાજની સામે જ ચક્કર આવી ગયા હતા. આ પછી બાબાએ તેને ભભૂતિ આપી. થોડો સમય સેવા પણ કરી, પરંતુ થોડા સમય પછી વિજયના શ્વાસ બંધ થઈ ગયા. તેને બાગેશ્વર ધામની એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતક વિજય કશ્યપને બાગેશ્વર ધામની એમ્બ્યુલન્સમાં જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેની સાથે ધામનો એક વ્યક્તિ પણ જિલ્લા હોસ્પિટલમાં આવ્યો હતો. જિલ્લા હોસ્પિટલના તબીબોને જાણ થતાં જ, કે બાગેશ્વર ધામમાંથી એક દર્દી આવ્યો છે, ડોક્ટરે તરત જ બહાર આવીને તેને તપાસ્યો હતો, ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

જેવો જિલ્લા હોસ્પિટલના ડોક્ટરે વિજયને મૃત જાહેર કર્યો, તો પરિવારના સભ્યો રડવા લાગ્યા હતા. થોડો સમય જિલ્લા હોસ્પિટલમાં રોકાયા પછી, મૃતકના સંબંધીઓ તેને ગુજરાત પરત લઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp