યુવકે આપ્યું ઇમાનદારીનું ઉદાહરણ, 15 લાખના ઘરેણાથી ભરેલી બેગ પરત સોંપી

PC: patrika.com

ફાઇનાન્સ કર્મચારીએ ઇમાનદારીનું ઉદાહરણ રજૂ કરતા બસમાં બદલાઇ ગયેલી 15 લાખની કિંમતની ઘરેણાઓથી ભરેલી બેગ અસલી માલિક સુધી પહોંચાડી છે. ઇમાનદારીનો પરિચય કરાવનાર ફાઇનાન્સ કર્મચારીના ચારેય તરફ વખાણ થઇ રહ્યા છે. ફાઇનાન્સ કર્મચારી નવોડીના ઢાણી તન ગોવિંદપુર, હાલના કાંકરોલી જિલ્લા રાજસમંદનો રહેવાસી અજીત સિંહના પુત્ર ઉમરાવ સિંહ રાજપૂતે જણાવ્યું કે તે જયપુરથી બસમાં સવાર થઇને ગોવિંદપુરા પતાના ઓળખીતાના લગ્ન સમારોહમાં સામેલ થવા માટે ગયો હતો.

ચલામાં બસમાંથી ઉતરીને ઉતાવળમાં ડિક્કીમાં રાખેલી બેગ ભૂલથી બદલાઇ ગઇ. ઘરે પહોંચ્યા બાદ જેવા જ તેણે કપડાં બદલવા માટે બેગ ખોલી તો તે દંગ રહી ગયો. તેણે આ બાબતની જાણકારી પરિવારજનોને આપી તેમજ બેગના અસલી માલિકની તપાસ શરૂ કરી દીધી. ચોલા ટોલ પ્લાઝા પહોંચીને બસ ચાલકનો નંબર લીધો, તેમજ બેગ બદલાવાની જાણકારી આપી. તેના પર ચાલકે તેને પીડિત દંપતીનો મોબાઇલ નંબર આપી દીધો. તેણે તાત્કાલિક પૂંછલાવાલી તન ગોડાવાસના રહેવાસી પીડિત રાજેન્દ્ર યાદવને બેગ પોતાની પાસે હોવાની જાણકારી આપી.

પીડિત દંપતીએ કોલ આવવાની જાણકારી પોલીસ સ્ટેશનના અધિકારી વિજય કુમારને આપી. પોલીસ સ્ટેશનના અધિકારીએ ફાઇનાન્સ કર્મચારી સાથે વાત કરીને તેમના ઘરે પહોંચ્યા. જ્યાં ફાઇનાન્સ કર્મચારીએ પોલીસ સામે દંપતીને તેના ઘરેણાથી ભરેલી બેગ પરત સોંપી દીધી. પોતાની બેગ પરત મેળવીને દંપતી ખુશ થઇ અને યુવકનો આભાર માન્યો. પૂંછલાવાલી તન ગોડાવાસના રહેવાસી પીડિત રાજેન્દ્ર યાદવ પત્ની શિવાની સાથે આગ્રાથી જયપુર પહોંચ્યો હતો. જયપુરથી લોક પરિવહન બસ પકડી અને સામાન ડિક્કીમાં રાખીને બસમાં બેસીને નીમકથાના માટે રવાના થઇ ગયા. નીમકાથાના પહોંચવા પર જેવી જ ડિક્કીમાંથી બેગ ઉતારવા લાગ્યા તો બેગ ન મળી.

બેગની જગ્યાએ તેની જેવી મળતી બેગ હતી. બેગમાં દંપતીના કપડાં અને 15 લાખ રૂપિયાની કિંમતના ઘરેણાં હતા. બેગ ન મળવાથી પીડિત દંપતીએ બસ ચાલકને જણાવ્યું તેમજ બસને ચેક કરી, પરંતુ બસમાં બેગ ન મળી. તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસ અધિકારી વિજય કુમારને ઘટનાની જાણકારી આપી, તેના પર પોલીસ અધિકારીએ ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસ ટીમ સાથે કાર્યવાહી કરતા બેગની તપાસ શરૂ કરી દીધી. આ દરમિયાન ફાઇનાન્સ કર્મચારીએ પોતાની પાસે બેગ હોવાની જાણકારી આપી દીધી. ત્યારે જઇને પોલીસે રાહતના શ્વાસ લીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp