26th January selfie contest

યુવકે ગુદામાર્ગથી બોડી સ્પ્રેની બોટલ નાંખી, પેટમાં ફસાઇ ગઈ, બદનામીના ડરે....

PC: amarujala.com

છત્તીસગઢના કોરબામાં રહેતા એક યુવકે ગુદા માર્ગથી ડિયોની બોટલ નાંખી હતી જે પેટમાં ફસાઇ ગઇ હતી, જેને લઇને યુવક પરેશાન થઇ ગયો હતો. પેટમાં બોટલ અટકી જવાને કારણે તેની તબિયત લથડી હતી એટલે પોતાના મિત્રને લઇને હોસ્પિટલ પહોંચ્યો હતો. ડોકટરોએ જ્યારે એક્સ-રે જોયો તો બધા ચોંકી ઉઠ્યા હતા.

કોરબામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક યુવકે મળદ્રારથી ડિયોની બોટલ નાંખી હતી જે પેટમાં અટકી ગઇ હતી. બોટલને બહાર કાઢવા માટે યુવકે અનેક પ્રયાસો કર્યા, પરંતુ બોટલ પેટમાં અટકી ગઇ હતી એટલે બહાર કાઢવી શક્ય નહોતી બની. આવા સંજોગોમાં યુવકની તબિયત પણ બગડી ગઇ હતી બોટલ પેટમાં જવાને કારણે પરેશાન થઇ ગયેલો યુવાન પોતાના મિત્ર સાથે હોસ્પિટલમાં પહોંચ્યો હતો. હોસ્પિટલમાં અલ્ટ્રાસાઉન્ડથી તપાસ કરવામાં આવી હતી. એક્સરે- જોઇને તબીબો ચોંકી ઉઠ્યા હતા. જો કે ખાસ્સી મહેનત પછી યુવાનની પેટમાંથી બોટલ કાઢવામાં તબીબો સફળ થયા હતા.

ઘણી વખત કેટલાંક યુવાનો એવી હરકતો કરી નાંખે છે પછી પોતે જ મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. કોરબામાં 29 વર્ષના યુવાને પણ એવી હરકત કરી કે જેને કારણે પોતે જ મુશ્કેલીમાં મુકાઇ ગયો. બદનામીના ડરે યુવાન પરિવારને ન જણાવીને મિત્રને લઇને હોસ્પિટલ ગયો અને સદનસીબે ડિયોની બોટલ પેટમાંથી નિકળી ગઇ. હોસ્પિટલ મેનેજમેન્ટે આ ઘટનાની પોલીસને જાણ કરી નહોતી, પરંતુ પોલીસ પોતાની રીતે તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

25 મે, 1998થી કોરબા જિલ્લાને સંપૂર્ણ આવક ધરાવતા જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જિલ્લાનું મુખ્ય મથક કોરબા શહેર છે, જે હસદેવ અને અહિરન નદીઓના સંગમના કિનારે આવેલું છે. કોરબા છત્તીસગઢનું પાવર કેપિટલ છે. જિલ્લો બિલાસપુર વિભાગ હેઠળ આવે છે. કોરબા જિલ્લાઓનું મુખ્ય મથક છત્તીસગઢની રાજધાની રાયપુરથી લગભગ 200 કિમી દૂર આવેલું છે.

ગયા વર્ષે જોધપુરમાં પણ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો હતો. તબીબોએ એક યુવાનનું ઓપરશન કર્યું તો તેના પેટમાં 63 સિક્કા નિકળ્યા હતા. પેટમાં દુખાવાની ફરિયાદ સાથે પહોંચેલા આ યુવાનના ઓપરેશન દરમિયાન આટલા બધા સિક્કા જોઇને તબીબો પણ ચોંકી ગયા હતા. દોઢ કલાકની મહેનત પછી તબીબોએ યુવાનના પેટમાંથી બધા સિક્કા બહાર કાઢ્યા હતા. તબીબોએ જ્યારે પેટમાંથી સિક્કા બહાર કાઢ્યા તો એવું લાગ્યું કે કોઇ બાળકની બચત બેંકમાંથી સિક્કા ખાલી કરવામાં આવ્યા હોય.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp