ભાભીની બહેન સાથે લગ્ન કરવા પર અડગ હતો યુવક, પરિવાર તૈયાર ન હતો, કરૂણ અંજામ

PC: amarujala.com

ઉત્તર પ્રદેશના ભદોહીમાં એક યુવકે ભાભીની બહેન સાથે લગ્ન ન થઇ શકવાને કારણે પસાર થતી ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. યુવકનો પરિવાર આ લગ્ન કરાવવા માટે તૈયાર નહોતો. રવિવારે કોઈ અન્ય જગ્યાએથી યુવતી પક્ષના લોકો તેને જોવા માટે તેના ઘરે આવ્યા હતા. તેમના ગયા પછી તે ખુબ હતાશ થઇ ગયો હતો, અને પરિવારના આવા વલણને કારણે તે અત્યંત દુઃખી થઈ ગયો હતો, તેણે મનમાં કંઈક નક્કી કર્યું અને રવિવારે રાત્રે જાણ કર્યા વગર જ ઘરેથી નીકળી ગયો હતો અને બીજા દિવસે સવારે રેલવે ટ્રેક પરથી તેની લાશ મળી આવી હતી.

ભદોહીના ચૌરીમાં બનેલી બે ઘટનાઓમાં સોમવારે ટ્રેનની અડફેટે આવેલા બે લોકોના મોત થયા હતા. એક ઘટનામાં એક યુવકે તેની ભાભીની નાની બહેન સાથે લગ્ન ન કરી શકવાને કારણે ટ્રેન ની સામે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો, જ્યારે અન્ય એક બનાવમાં મૃતકની ઓળખ થઈ શકી નથી. પ્રથમ બનાવ જામુવા ગામ પાસે બન્યો હતો. રેલવે ટ્રેક પર એક યુવકની લાશ પડી હોવાની માહિતી પોલીસને મળી હતી. લોકોએ મૃતક યુવકની ઓળખ ચકિયા, ચૌરી બજારના રહેવાસી વિજય યાદવના 20 વર્ષીય પુત્ર શૈલેષ યાદવ તરીકે કરી હતી. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે, શૈલેષ તેની ભાભીની નાની બહેન સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ પરિવારના સભ્યોએ તેની આ માંગણી સ્વીકારી ન હતી.

રવિવારે કોઈ બીજી જગ્યાએથી યુવતી પક્ષના લોકો તેને જોવા માટે આવ્યા હતા. આનાથી દુઃખી થઈને તે રવિવારે રાત્રે કોઈને પણ જાણ કર્યા વગર જ ઘરેથી નીકળી ગયો હતો. સવારે ટ્રેક પરથી તેની લાશ મળી આવી હતી. ત્રણ ભાઈઓમાં તે બીજા નંબરે હતો. મૃતક ચૌરીમાં એક કપડાની દુકાનમાં કામ કરતો હતો. આ ઘટનાથી મૃતકના પરિવારને ઘણો આઘાત લાગ્યો હતો અને તેઓ આ ઘટના પર જિંદગીભર પછતાવો કરતા રહેશે.

બીજી ઘટના કાંધીયા વેટરનરી હોસ્પિટલ પાછળ આવેલા રેલવે ટ્રેક પર બની હતી. ત્યાં રેલ્વે ટ્રેક પરથી એક 55 વર્ષીય આધેડ વ્યક્તિની લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે મુંબઈથી ગોરખપુર જતી કાશી એક્સપ્રેસ વારાણસી-પ્રયાગરાજ રેલ્વે ટ્રેક પરથી પસાર થતાં જ તે લાશ ટ્રેક પર પડેલી જોવા મળી હતી.

આ દરમિયાન લખનઉથી વારાણસી જતી ઇન્ટરસિટી એક્સપ્રેસને પણ અડધો કલાક સુધી ઉભી રાખવામાં આવી હતી. પોલીસે મૃતક આધેડનો ઓળખ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ અહેવાલ લખાઈ રહ્યા છે ત્યાં સુધી તે મૃતક વિષે પોલીસને કોઈ માહિતી મળી શકી ન હતી. મૃતક આધેડે તેના શરીર પર કાળું પેન્ટ અને સફેદ શર્ટ પહેરેલું હતું. પોલીસ બંને કેસની તપાસમાં વ્યસ્ત છે, અને તેની દરેક એંગલથી તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp