યુવક લગ્ન માટે યુવતીને જોવા ગયો, તેનું દિલ તેની માતા પર આવી ગયું અને પછી...

PC: aajtak.in

કોઈ પણ સમાજમાં જમાઈ અને સાસુ વચ્ચેનો સંબંધ મા-દીકરા જેવો માનવામાં આવે છે. પરંતુ છોકરી જોવા આવેલા એક યુવકે આ પવિત્ર સંબંધને બરબાદ કરી દીધો. પશ્ચિમ બંગાળના માલદામાં આવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક છોકરો પોતાના લગ્ન માટે છોકરી જોવા ગયો હતો. ત્યાં તેની ઘણી આગતા સ્વાગતા થઇ હતી, પરંતુ કોઈ કારણોસર તેને તે છોકરી ગમી ન હતી, પરંતુ અહીં થયું ઉલ્ટું જ, તે છોકરાને તે છોકરીની માતા પસંદ આવી ગઈ, અને તે તેના પ્રેમમાં પડી ગયો. અને પછી તે મહિલા સાથે ફરાર થઈ ગયો હતો. મહિલાના પતિએ તેની પત્નીના ગાયબ થઇ જવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

પશ્ચિમ બંગાળના માલદામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવક પોતાના લગ્ન માટે છોકરીને જોવા ગયો હતો. ત્યાં તેની ખુબ સારી રીતે કાળજી લેવામાં આવી હતી. પરંતુ, યુવકને કોઈક કારણોસર તે છોકરી પસંદ ન પડી. પરંતુ આ દરમિયાન છોકરાનું દિલ દીકરીની સંભાળ રાખતી તેની માતા પર આવી ગયું, અને તેણે પસંદ કરી હતી. અને મનોમન તે તેના પ્રેમમાં પડી ગયો હતો.

ત્યાર પછી તે છોકરીની માતાને લઈને ભાગી ગયો હતો. આ ઘટના બાદ તે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મહિલાના પતિએ આના વિશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધી, મહિલાની શોધખોળ શરૂ કરી દીધી છે.

આ ઘટના 25 માર્ચે માલદાના ગજોલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કરકચ પંચાયતના ઇચહાર ગામમાં બની હતી. મહિલાના પતિ ગજોલે તેની પત્નીની ઘણી જગ્યાએ શોધખોળ કરી હતી. જો કે હજુ સુધી તે મળી આવી નથી. ગજોલ કહે છે કે, તેની પુત્રી લગ્ન માટે લાયક થઇ ગઈ હોવાથી, હું તેના માટે વર શોધી રહ્યો હતો.

આ માટે 25 માર્ચના રોજ એક યુવક તેની પુત્રીને લગ્ન કરવાના ઈરાદાથી જોવા માટે પણ આવ્યો હતો. પરંતુ તેને મારી પત્ની પસંદ આવતા તે મારી પત્નીને લઈને ફરાર થઈ ગયો હતો. પરંતુ, જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે, તેમ તેમ મારી પત્ની વિશે ચિંતા વધી રહી છે. પરંતુ હજુ સુધી છોકરીની માતા વિશે કોઈ માહિતી ઉપલબ્ધ થઇ નથી.

સંબંધીઓનું કહેવું છે કે, મહિલા તેના ત્રણ બાળકોને છોડીને તેની પુત્રીને જોવા આવેલા યુવક સાથે ભાગી ગઈ હતી. આ ઘટના બાદ સમગ્ર પરિવારમાં ભયનો માહોલ છવાયેલો છે. આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ગજોલ તેની પત્નીના ફોટા સાથે તેણે શોધવા માટે અહીં-તહીં ભટકી રહ્યો છે.

પોલીસનું કહેવું છે કે, એક વ્યક્તિએ તેની પત્નીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાને શોધી કાઢવાના પ્રયાસો ચાલુ છે. સર્વેલન્સની પણ મદદ લેવામાં આવી રહી છે. ટૂંક સમયમાં મહિલાને શોધી કાઢવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp