સમીર વાનખેડેના ઘરેથી 4.50 લાખની ચોરી, ઘટના બાદ નોકરાણી ગાયબ
IRS અધિકારી સમીર વાનખેડે અને તેની એક્ટ્રેસ પત્ની ક્રાંતિ રેડકરના ઘરમાંથી 4.50 લાખ રૂપિયાની ચોરી થઇ ગઇ છે. પરિવારે તેની ફરિયાદ ગોરેગાંવ પોલીસને કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સમીર વાનખેડે અને તેમની પત્નીને નોકરાણી પર શંકા છે કેમ કે ચોરી બાદ જ તે ગાયબ છે. પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. રિપોર્ટ્સ મુજબ ચોરીમાં જ્વેલરી પણ સામેલ છે.
સમીર વાનખેડેનું નામ એ સમયે લાઇમલાઇટમાં આવ્યું હતું, જ્યારે તેઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)માં હતા અને તેમણે એક્ટર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને કસ્ટડીમાં લીધો હતો. જો કે, કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતી વખત આર્યન ખાનને ક્લીન ચિટ મળી ગઇ હતી. તેને લઇને સમીર વાનખેડે સીનિયર અધિકારીઓના નિશાના પર આવી ગયા હતા. તેમનું ટ્રાન્સફર ચેન્નાઇ કરી દેવામાં આવ્યું હતું, ભારતીય આવકવેરા સેવા (IRS) અધિકારી સમીર વાનખેડેને ચેન્નાઇમાં ડિરેક્ટર ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજેન્સમાં DG ટેક્સપેયર સર્વિસના રૂપમાં તૈનાત કરવામાં આવ્યા છે.
અત્યાર સુધી તેઓ મુંબઇમાં એનાલિટિક્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ ડિરેક્ટર કાર્યાલયમાં એડિશનલ કમિશનર હતા. સમીર વાનખેડે અને તેની ટીમે ગયા વર્ષે 3 ઓક્ટોબરના રોજ મુંબઇમાં કાર્ડેલિયા ક્રૂઝ પર છાપેમારી કરી હતી. અહીંથી ભારે માત્રામાં ડ્રગ્સ મળ્યું હતું. આ કેસમાં આર્યન ખાન સહિત 22 લોકોની ધરપકડ થઇ હતી, પરંતુ વિવાદ ત્યારે વધી ગયો, જ્યારે મહારાષ્ટ્ર સરકારના તાત્કાલીન મંત્રી નવાબ મલિકે સમીર વાનખેડે પર સવાલ ઊભા કરી દીધા.
બોમ્બે હાઇ કોર્ટે 28 ઓક્ટોબરના રોજ આર્યન ખાનને જામીન આપતા કહ્યું હતું કે, NCB માત્ર વૉટ્સએપ મેસેજ પર ભરોસો કરીને કેસ બનાવી રહી છે, જે આવા ગંભીર કેસમાં સારું નથી. ત્યારબાદ સમીર વાનખેડે પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા, ત્યારબાદ NCBએ તપાસ માટે SITની રચના કરી. ગયા વર્ષે 6 નવેમ્બરના રોજ NCBએ સમીર વાનખેડેને આ કેસની તપાસમાંથી હટાવી દીધા.
આ દરમિયાન સમીર વાનખેડે વધુ એક વખત ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે NCB ઉપમહાનિર્દેશક (DDG) જ્ઞાનેશ્વર સિંહ પર અત્યાચારનો આરોપ લગાવ્યો. સમીર વાનખેડેએ એ સંબંધમાં રાષ્ટ્રીય અનુસૂચિત અજાતિ આયોગમાં દલિત અત્યાચાર નિયંત્રણ કાયદા હેઠળ ફરિયાદ પણ નોંધાવી હતી. સમીર વાનખેડેએ એ સમયે આરોપ લગાવ્યો હતો કે NCB અધિકારીઓએ તેમના અને તેમના પરિવારજનોની બેંક ડિટેલ બધાને આપી છે. આ તેમની ગોપનિયતાના ઉલ્લંઘનનો કેસ છે. આ કેસને લઇને આયોગે કહ્યું કે, તેઓ જ્ઞાનશ્વર સિંહ વિરુદ્ધ લાગેલા અત્યાચારના આરોપોની તપાસ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp