એક એવું પોલીસ સ્ટેશન, જ્યાં પોલીસકર્મીઓથી વધુ સંખ્યા મરઘાઓની છે, કર્મચારીઓ..

આમ તો પોલીસ સ્ટેશનોની ઓળખ પોલીસકર્મીઓથી થાય છે, પરંતુ એક એવું પણ પોલીસ સ્ટેશન છે જ્યાં પોલીસકર્મીઓથી વધુ મરઘાઓની ચર્ચા થાય છે. પરિસરમાં રહેતા આ મરઘાઓની સુરક્ષા પણ પોલીસકર્મી કરે છે. મજાલ છે કે એક પણ મરઘો પોલીસ સ્ટેશન બહાર જતો રહે. પોલીસ સ્ટેશનમાં આવનારાઓ સાથે આ મરઘાઓ પર પણ સંતરીની નજર રહે છે. જી હા, તમને સાંભળીને અચંબો જરૂર થયો હશે, પરંતુ એ સોળ આના સાચી વાત છે. બસ્તી જિલ્લામાં અયોધ્યા ફોરલેન પર જિલ્લા હેડક્વાર્ટરથી લગભગ 17 કિલોમીટર દૂર સ્થિત કપ્તાનગંજ એક એવું પોલીસ સ્ટેશન છે જેના પરિસરમાં સારી એવી સંખ્યામાં મરઘાઓ ધમાચોકડી કરતા નજરે પડે છે.
એ તો એ આ મરઘાઓની દેખરેખ અને સુરક્ષા પણ પોલીસકર્મી જ કરે છે. સવારે મરઘાઓના અવાજથી પોલીસકર્મીઓની ઊંઘ ઊડે છે. લગભગ બે એકરમાં ફેલાયેલા કપ્તાનગંજ પોલીસ સ્ટેશન આઝાદી અગાઉનું છે. આ પોલીસ સ્ટેશનમાં વર્ષ 1931 સુધીના રેકોર્ડ ઉપસ્થિત છે. આસપાસના મોટા અને વૃદ્ધ લોકો કહે છે કે પોલીસ સ્ટેશન પરિસરમાં મરઘાઓની વસ્તી પણ ત્યારથી જ છે. હકીકતમાં વાત જાણે એમ છે કે, પોલીસ સ્ટેશનમાં બનેલી નવી બિલ્ડિંગ પાછળ શહીદ બાબાની મજાર છે.
દર ગુરુવારે શહીદ બાબાના અનુયાયી પોતાની માનતા પૂરી થવા પર અહી મરઘાં ચડાવે છે. માનતા પૂરી થવા પર પોલીસ સ્ટેશન પરિસરમાં મરઘાઓને છોડી દેવામાં આવે છે. આ કારણે પોલીસ સ્ટેશનમાં મરઘાઓની સંખ્યા વધતી જઈ રહી છે. દર ગુરુવારે પોલીસ સ્ટેશન પરિસરમાં સ્થાપિત મજાર પર ખૂબ ભીડ લાગે છે. અહીંના પોલીસ સ્ટેશનના પ્રભારી રોહિત ઉપાધ્યાય બતાવે છે કે પોલીસ સ્ટેશનમાં મરઘાઓ ફરવા પર કોઈ રોક-ટોક નથી. સાંજે બધા મરઘાઓને પોલીસ સ્ટેશન પાછળ એક જૂના ભવનમાં રખાવી દેવામાં આવે છે.
કેટલાક મરઘાઓ ઝાડની ડાળીઓ પર પણ રાત્રિ વિશ્રામ કરે છે. તેમના દાણા-પાણીની વ્યવસ્થા પણ પોલીસકર્મી જ કરી દે છે. અહીં આવતા જતા ફરિયાદી પણ ખાવાની કેટલીક વસ્તુઓ વિખેરી દે છે, જેને મરઘાઓ ખાય છે. આ મરઘાઓને કોઈ નુકસાન પહોંચાડવા બાબતે વિચારતું નથી. પોલીસ સ્ટેસનમાં તૈનાત ચોકીદાર વિજય યાદવ બતાવે છે કે, ઘણા વર્ષો અગાઉ એક પોલીસ અધિકારીએ કેટલાક મરઘાઓને નુકસાન પહોંચાડી દીધું. તેમની સાથે અણધારી ઘટનાઓ થવા લાગી. સ્થાનિક લોકોની સલાહ પર અધિકારીએ બજારથી મરઘાં ખરીદીને પોલીસ સ્ટેશન પરિસરમાં છોડાવી દીધા. ત્યારબાદ તેમને રાહત મળી.
આ મરઘાઓ પાછળ પ્રચલિત કહાનીઓ કેટલી સાચી છે એ કહેવું મુશ્કેલ છે. તેમના જણાવ્યા મુજબ તેમણે જ પોલીસ સ્ટેશન પરિસરમાં મંદિરનું નિર્માણ કરાવ્યું, તેની સામે યજ્ઞશાળા પણ બનેલી છે. પોલીસ સ્ટેશનના પ્રભારી સહિત અન્ય આસ્થાવાન પોલીસકર્મી રોજ સવારે મંદિર અને મજાર પર માથું જરૂર ટેકવે છે. અહીં માનતા પૂરી થવા પર લોકો મરઘાં લાવીને છોડી જાય છે, જેના કારણે પોલીસ સ્ટેશનમાં મરઘાઓની સંખ્યા વધતી જઈ રહી છે.
કપ્તાનગંજ પોલીસ સ્ટેશન પરિસરમાં મંદિર અને મજાર બરાબર સામસામે સ્થિત છે. મંદિરમાં બજરંગબલી, ભગવાન શિવ અને મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત છે. કપ્તાન ગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી રોહિત ઉપાધ્યાય બતાવે છે કે વર્ષ 2018માં કોઈ અજાણી બીમારીથી મોટાભાગના મરઘાઓના મોત થઈ ગયા ગયા. મરઘાઓના મોત થવાની જાણકારી થતા બસ્તીના ડૉકટરોની ટીમે બીમાર મરઘાઓની સારવાર કરી હતી. ત્યારબાદ ફરી ધીરે ધીરે તેમની સંખ્યા વધી ગઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp