રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં જેપી નડ્ડાએ કહ્યુ એકપણ રાજ્યમાં ચૂંટણી નથી હારવાની

PC: news18.com

દિલ્હીમાં સોમવારથી ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થવા જઇ રહી છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓઓ હિસ્સો લીધો છે. આ બેઠકનું આયોજન 16થી 17 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. આ બેઠકને લઇને ભાજપના નેતા રવિ શંકર પ્રસાદે પીસી કરીને આ જાણકારી આપી છે.

રવિ શંકર પ્રસાદે કહ્યું કે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે દરેકનું આવાહન કર્યું છે કે, 2023 આપણા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે, આ વર્ષે 9 રાજ્યોમાં ચૂંટણી થવાની છે. તેમણે દરેકને કમર કસી લેવા માટે કહ્યું છે કે, આપણે એક પણ ચૂંટણી નથી હારવાની. તેમનો સ્પષ્ટ સંદેશ હતો કે, એક પણ રાજ્યની ચૂંટણીમાં આપણે હારવાનું નથી, આપણે દરેક 9 રાજ્યોમાં જીત હાંસલ કરવાની છે.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ બેઠકમાં હાલમાં જ સંપન્ન થયેલી ચૂંટણી પર પણ ચર્ચા કરી અને કહ્યું કે, ગુજરાતની જીત ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે. હિમાચલ ચૂંટણી વિશે તેમણે કહ્યું કે, આપણે સરકાર બદલવાની પરંપરાને બદલવાની હતી, પણ આપણે આમ ન કરી શક્યા. વરિષ્ઠ નેતાએ કહ્યું કે, અધ્યક્ષ જેપી નડ્ડાએ પહેલા પણ કહ્યું હતું કે, આપણે નબળા બૂથોને જીતવાના હતા. દેશભરના 100 લોકસભા ક્ષેત્રોમાં 72 હજાર બૂથ ચિન્હિત કરવામાં આવ્યા હતા જ્યાં, ભાજપ નબળું હતું અને જ્યાં આપણે પહોંચવાનું હતું, પણ આપણે 1 લાખ 30 હજાર પૂથો સુધી પહોંચવા માટે પાર્ટીની નીતિઓનો પ્રસાર કર્યો.

તેમણે કહ્યું કે, દયાનંદ સરસ્વતી જીના 200 વર્ષ પૂર્ણ થવાના અવસર પર 13મી ફેબ્રુઆરીના રોજ એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સરસ્વતી જીના આદર્શો પર ચાલતા, વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં અંતિમ છેડે ઉભેલા વ્યક્તિઓ સશક્ત કરવાનું કાર્ય કરવામાં આવ્યું છે. અધ્યક્ષે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 220 કરોડથી વધારે વેક્સીન પ્રદાન કરનારા વેક્સીનેશન કાર્યક્રમનું ઉદાહરણ આપતા ન્યુ ઇન્ડિયાની કાર્ય સંસ્કૃતિ પર પણ પ્રકાશ નાખ્યો.

રવિ શંકર પ્રસાદે કહ્યું કે, ગુલામીના દુર્ભાગ્યપૂર્ણ અતીતને સમાપ્ત કરતા 75 વર્ષ સુધી ચાલેલા રાજપથને બદલીને અમે કર્તવ્ય પથ કર્યો, પોતાની પરંપરાઓ પર ગર્વ કરતા કાશી કોરિડોર બન્યો, મહાકાલ લોક બન્યું, કેદારનાથનો વૈભવ પુનઃસ્થાપિત થયો અને હવે રામ મંદિર બની રહ્યું છે. જેપી નડ્ડાએ એ પણ કહ્યું કે, ભારત બ્રિટનને પછાડીને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઇ છે. એટલું જ નહીં પણ આપણે મોબાઇલ ફોનના બીજા સૌથી મોટા નિર્માતા બની ગયા છીએ અને ભારતમાં ઉપયોગમાં આવનારા 95 ટકાથી વધારે મોબાઇલ ફોન મેડ ઇન ઇન્ડિયા છે.

જેપી નડ્ડાએ બેઠકમાં એ વાત પર પણ પ્રકાશ માક્યો કે આપણે સેમી હાઇ સ્પીડ ટ્રેન બનાવી રહ્યા છીએ. આપણું ફિનટેક આંદોલન હવે આખા વિશ્વમાં 40 ટકા ડિજિટલ લેવડ દેવડમાં યોગદાન આપે છે. આ મેડ ઇન ઇન્ડિયા અને વિકસિત ભારત બનાવવા પ્રતિ આપણા સંકલ્પને દર્શાવે છે. એક વિકસિત ભારત જે આપણો સંકલ્પ હતો તે સાકાર થતો જોવા મળી રહ્યો છે. રક્ષા સૌદો આજે સંપૂર્ણ ઇમાનદારી સાથે થઇ રહ્યા છે. બોર્ડર રોડ 3600 કિલોમીટર સુધી બન્યા છે જ્યારે, કોંગ્રેસના રક્ષા મંત્રી આવું કરવા નહોતા માગતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp