BJP નેતાને મહિલાએ થપ્પડ મારી દીધી, જાણો આખો મામલો

PC: abplive.com

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક BJP નેતા કાર પાર્કિંગને લઈને થયેલા વિવાદ પછી ગંદી ગાળો આપતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, વીડિયો બનાવનાર વ્યક્તિ જ્યારે તેનું નામ પૂછે છે તો તે કહે છે, 'હું તારો બાપ છું'. આ બોલાચાલી દરમિયાન જ્યારે નેતાજી કાબૂ બહાર ગયા તો એક મહિલાએ તેમને થપ્પડ મારી દીધી હતી.

મામલો લખનઉનો હોવાનું કહેવાય છે. કાર પાર્કિંગને લઈને વિવાદ શરૂ થયો, કાર પર BJPનો ઝંડો દેખાઈ રહ્યો છે અને અપશબ્દો બોલનાર વ્યક્તિ BJPના નેતા પૂર્વ કાઉન્સિલર અતુલ દીક્ષિત હોવાનું કહેવાય છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે નામ પૂછવા પર BJPના નેતા અપશબ્દો બોલી રહ્યા છે. આ પછી ત્યાં હાજર એક મહિલાએ તેને થપ્પડ મારી હતી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. BJP નેતાને મારનાર મહિલા વીડિયો બનાવનાર વ્યક્તિની પત્ની હોવાનું કહેવાય છે.

એક ટ્વિટર યુઝરે લખ્યું, 'ઉત્તર પ્રદેશમાં BJPના શાસનને માત્ર સાત વર્ષ થયા છે. તેને થોડા દિવસો રાહ જોવા દો અને પછી જુઓ, કોંગ્રેસ અને SP સાથે જે દુષ્કૃત્ય તેઓ કરે છે તે તમામ તેમની અંદર આવી જશે.’ બીજાએ લખ્યું, ‘નેતાજીને થપ્પડ મારીને આ મહિલાએ સાબિત કરી દીધું કે, આ મહિલા આયોગની અધ્યક્ષ બનવા માટે સક્ષમ છે.'

કુલદીપ નામના ટ્વિટર યુઝરે લખ્યું, 'મહિલા પણ અપશબ્દો બોલી રહી છે, અને તેને હાથ ઉપાડવાનો અધિકાર કોણે આપ્યો છે? આ અંગે પોલીસમાં ફરિયાદ કરવી જોઈતી હતી.' @Eyadvenduએ લખ્યું, 'મેં તો થોડીક જ પીધી છે. લૂંટ તો નથી કરી, ચોરી તો નથી કરી, બસ માત્ર થોડા અપશબ્દો જ બોલ્યો હતો. તે સંસ્કારી પક્ષમાંથી આવે છે, તેણે માત્ર તેના સંસ્કાર જ બતાવ્યા છે. માત્ર દારૂ પી ને ડ્રાઈવિંગ  જ કર્યું છે ને.’ નવલકાંત સિંઘાએ લખ્યું, ‘હું પાર્ટી લાઇનથી દૂર રહીને વાત કરી રહ્યો છું. હવે કોઈ રાજકારણમાં આવી ગયું છે, તો શું તે થોડાક અપશબ્દો પણ ન વાપરી શકે? હોઈ શકે કે તેણે દારૂ પીધો હશે. હોઈ શકે કે તેનું નામ અતુલ હોય કે જ્ઞાતિએ દીક્ષિત હોઈ શકે..., પરંતુ તે શક્તિશાળી હોવા છતાં શું કોઈ સ્ત્રીને ગાળો પણ આપી શકે?'

અહીં તમને જણાવી દઈએ કે, પોલીસે હજુ સુધી આ વીડિયોની નોંધ લીધી નથી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, પોલીસનું કહેવું છે કે તેમને આ વીડિયો અંગે કોઈ ફરિયાદ મળી નથી. જો કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો BJP પર આકરા પ્રહારો કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગાડીમાં બેસીને ડ્રાંઈવિંગ કરી રહેલા BJP નેતા દારૂના નશામાં હતા. જો કે, અમે આ વીડિયો અને તેના દાવાની સાબિતી નથી આપી રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp