મૂસેવાલા હત્યાના આરોપીઓનું જેલમાં હિંસક ઘર્ષણ, ગેંગસ્ટર મનદીપ અને મનમોહનનું મોત

PC: freepressjournal.in

પંજાબના તરનતારન સ્થિત ગોઇંદવાલ સાહિબ જેલમાં રવિવારે સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડના આરોપીઓ વચ્ચે હિંસક ઘર્ષણ થઇ ગયુ. તેમાં ગેંગસ્ટર મનદીપ તુફાન અને મનમોહન સિંહનું મોત થઇ ગયું છે. એક અન્ય બદમાશ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઇ ગયો છે. જેને હૉટસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, ત્રણેય બદમાશના માથા પર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ મુજબ તરનતારનના ગોઈંદવાલ સાહિબ જેલમાં રવિવારે બપોરે 3:00 વાગ્યાની આસપાસ કેદી એક-બીજા સાથે ઝઘડી પડ્યા.

આ દરમિયાન ઘણા કેદીઓને ઇજાઓ થઇ છે. જેમાંથી ગેંગસ્ટર મનદીપ તુફાન અને મનમોહન સિંહનું મોત થઇ ગયું છે. આ બંને બદમાશ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં આરોપી હતા. DSP (સિટી) જસપાલ સિંહ ઢિલ્લોએ જણાવ્યું કે ગોઈંદવાલ સાહિબ જેલમાં બદમાશો વચ્ચે મારામારી થઇ હતી, જેમાં આરોપીઓએ લોખંડના રૉડનો ઉપયોગ કર્યો હતો. આ ગેંગવારમાં રય્યાના રહેવાસી દુરાન મનદીપ સિંહ તુફાન અને બુલઢાણાના રહેવાસી મનમોહન સિંહ મોહનાનું મોત થઇ ગયું છે, જ્યારે બંઠીડાનો રહેવાસી કેશવ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઇ ગયો, જેને તરનતારનની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે.

મનદીપ સિંહ તુફાન અને મનમોહન સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડના આરોપી હતા. મનદીપ તુફાનની પંજાબ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ દ્વારા ગેંગસ્ટર મણિ રઇયા સાથે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કેશવની મુંદ્રા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી, સિદ્ધુ મૂસેવાલાની હત્યા ગયા વર્ષે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં સ્થિત જવાહરકે ગામની નજીક ગોળીઓ મારીને કરી દેવામાં આવી હતી. આ કેસમાં ગેંગસ્ટર મનમોહન મોનાએ મૂસેવાલાની હત્યા અગાઉ રેકી કરી હતી.

મોનાને ગેંગસ્ટર જગ્ગુ ભગવાન પુરિયાનો ખાસ માનવામાં આવે છે, જ્યારે મનદીપ તુફાનને મૂસેવાલાની હત્યા માટે બેકઅપ શૂટર તરીકે રાખવામાં આવ્યો હતો. પંજાબ પોલીસને હત્યા, લૂંટ, રંગદારી, માદક પદાર્થ અને હથિયારોની તસ્કરીના અલગ અલગ કેસોમાં તેમની શોધ હતી. પોલીસ મહાનિર્દેશક (DGP) ગૌરવ યાદવે જણાવ્યું કે, જગ્ગુ ભાગવાન પુરિયા લોરેન્સ બિશ્નોઇ ગેંગનો મુખ્ય શૂટર હતો, જે ન માત્ર ગેંગસ્ટર રાણા કંડોવાલિયાની સનસનીખેજ હત્યાના કેસમાં સંડોવાયેલો હતો, પરંતુ મૂસેવાલાની હત્યા કરવા માટે પણ યોજના બનાવી ચૂક્યો હતો. માનસાની કોર્ટમાં ગયા મહિને જ દાખલ કરાયેલા 1,850 પાનાંના આરોપ પત્રમાં પોલીસે કહ્યું કે, ગેંગસ્ટર ગોલ્ડી બરાર હત્યાકાંડનો માસ્ટરમાઇન્ડ છે. બરારે હત્યાને અંજામ આપવા માટે જગ્ગુ ભાગવન પુરિયા, લોરેન્સ બિશ્નોઇ અને અન્ય સાથે મળીને કામ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp