- National
- તિહાર જેલમાં બંધ થવા લોકોની હોડ મચી, જાણો ભીડ થવાનું કારણ
તિહાર જેલમાં બંધ થવા લોકોની હોડ મચી, જાણો ભીડ થવાનું કારણ
ભારતમાં લાંબી લાઇનને જુનો સંબંધ છે, બેંક હોય, પાણી હોય , વિજળી હોય કે અનેક એવી બાબતો હોય છે જેના માટે આપણે લાંબી લાંબી લાઇનો જોઇએ છીએ. આજકાલ કો ફ્લાઇટમાં પણ કલાકોની લાઇન લાગતી હોય છે. પરંતુ શું તમે આજ સુધી એવું સાંભળ્યું છે કે, જેલમાં જવા માટે લાંબી લાઇન લાગી હોય, જેલમાં જવા માટે હોડ મચી હોય. શું તમે સાંભળ્યું છે કે જેલની અંદર જવા માટે લાંબી લાઇન લાગી હોય.લાઇનમાં ઉભેલા દરેક વ્યકિતને જેલની અંદર જવાની ઉતાવળ છે.

એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, જેમાં દિલ્હીની તિહાર જેલની બહાર લાંબી લાઇન દેખાઇ રહી છે. આ લાઇન કોઇ મુલાકાતીઓની નથી,પરંતુ સજા પામેલા કેદીઓની છે. તો એવું તે શું થઇ ગયું, બધા કેદીઓ એક સાથે સરેન્ડર કરવા માંડયા? તેમને કઇ વાતનો ડર સતાવી રહ્યો છે?
તો વાત એમ છે કે કોરોના મહામારીની પહેલી લહેર વખતે જેલમાં ભીડ ઓછી કરવા માટે કેદીઓને પેરોલ પર છોડવામાં આવ્યા હતા. કેદીઓ 2-3 વર્ષથી બહાર હતા. હવે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે આવા કેદીઓ સજા પુરી કરવા માટે પાછા જેલમાં જાય.

કોર્ટે જામીન અથવા પેરોલ પર ચાલી રહેલા કેદીઓને આત્મસમપર્ણ કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો જે 8 એપ્રિલ 2023ના દિવસેપુરો થઇ રહ્યો હતો. એટલે છેલ્લી તારીખે સરેન્ડર કરવા માટે કેદીઓની લાઇન લાગી ગઇ હતી.
મીડિયા સાથેની વાતચીતમાં એક કેદી મોહમંદ ફૈઝે કહ્યુ હતું કે મને 307 મુજબ જેલ થઇ હતી. હું 3 વર્ષથી જેલની બહાર હતો, હવે સુપ્રીમ કોર્ટે સરેન્ડર કરવા કહ્યું છે એટલે હું તિહાર જેલ આવ્યો છું. તો અન્ય કેદી મોંહમદ નઇમે કહ્યું કે,કોરાના મહામારીના સમયે વચગાળાના જામીન મળ્યા હતા એટલે 2 વર્ષથી જેલની બહાર હતો. આજે સરેન્ડર કરવાની છેલ્લી તારીખ છે એટલે આવ્યો છું.

રવિ નામના એક કેદીએ કહ્યુંકે, હું હત્યાના એક કેસમાં પેરોલ પર હતો.વકીલે મને ફોન કરીને કહ્યું કે, આજે સાંજે 5 વાગ્યા પહેલા સરેન્ડર કરવાનું છે. હું 3 વર્ષથી જેલની બહાર હતો.વકીલે કહ્યું હતું કે જો સમયસર સરેન્ડર કરવામાં આવશે તો આગળ જતા જામીન મળવાની શક્યતા વધી જશે એટલે હું આજે આવી ગયો છું.

