પાર્ટીમાં બે છોકરીઓ વચ્ચે થયો હતો ઝઘડો, હોટેલના મેનેજરે કર્યો ખુલાસો
દિલ્હીના કંઝાવલા કેસમાં પોલીસ તપાસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવતી અને તેનો મિત્ર અકસ્માતની રાત્રે એક હોટેલમાં બર્થ-ડે પાર્ટી સેલિબ્રેટ કરવા ગયા હતા અને ત્યાંથી સ્કૂટી પર પાછા ફરી રહ્યા હતા, ત્યારે અકસ્માત થયો. પોલીસે હોટેલના મેનેજરની પણ પૂછપરછ કરી છે. હોટેલના મેનેજરે જણાવ્યું કે તે દિવસે બંને યુવતીઓ કોઈક વાતને લઈને ઝઘડી રહી હતી. હોટેલના મેનેજરે જણાવ્યું કે, પાર્ટીની રાત્રે બંને યુવતીઓ જ્યારે એકબીજા સાથે ઝઘડી રહી હતી ત્યારે તેણે બંનેને ઝઘડો ન કરવા વિનંતી કરી હતી. પરંતુ, તેમ છતાં તે માની ન હતી અને તે હોટેલની નીચે જઈને ફરીથી લડવા લાગી. જ્યારે તે લડી રહી હતી ત્યારે આસ-પાસના લોકોએ પણ તેમને રોકી હતી. ત્યારબાદ તે સ્કૂટી પર બેસીને જતી રહી. હોટેલ મેનેજરના જણાવ્યા અનુસાર, મૃતક યુવતીએ પાર્ટી માટે પોતે રૂમ બુક કરાવ્યો હતો. પાર્ટી દરમિયાન 5થી 7 છોકરાઓ પણ હાજર હતા.
તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તે રાત્રે હોટેલમાં હાજર બે છોકરાઓની અટકાયત કરી છે. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બંનેની પૂછપરછ બાદ ઝઘડાનું કારણ બહાર આવી શકે છે. જણાવી દઈએ કે, ગત શનિવારે રાત્રે 3 વાગ્યે દિલ્હીના સુલ્તાનપુરી-કંઝાવલા વિસ્તારના રોડ પર એક કારમાં સવાર 5 છોકરાઓએ એક છોકરીને પોતાની કારમાંથી 13 કિમી સુધી ઘસેડી હતી. ત્યારબાદ યુવતીનું મોત થયું હતું. પોલીસને યુવતીની લાશ નગ્ન હાલતમાં મળી આવી હતી. તો પોલીસે પાંચેય છોકરાઓને કસ્ટડીમાં લીધા છે. આ સાથે જ તેની કાર પણ મળી આવી છે.
वो दोनों बहस कर रही थीं तब नाइट वाले मैनेजर ने उनको कहा कि लड़ो मत फिर वो नीचे जाकर लड़ने लगीं। नीचे जब वो लड़ रही थीं तो आस-पड़ोस वालों ने भी उन्हें रोका जिसके बाद वो स्कूटी पर बैठकर चली गईं: होटल मैनेजर(वो होटल जहां से मृतिका और उसकी दोस्त निकले थे),दिल्ली #KanjhawalaDeathCase https://t.co/M6uVGOrAbp pic.twitter.com/MoGF8PYW3l
— ANI_HindiNews (@AHindinews) January 3, 2023
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ દારૂના નશામાં હતા. આ તમામ મુરથલથી ઘરે મંગોલપુરી પરત ફરી રહ્યા હતા. તે જ સમયે યુવતી તેની કાર નીચે ફસાઈ ગઈ હતી. આરોપી છોકરાઓએ તેને 13 કિમી સુધી ઘસડી હતી. આ અકસ્માતમાં યુવતીનું મોત થયું હતું. આ અકસ્માતની ફોરેન્સિક ટીમે પણ તપાસ હાથ ધરી છે. તપાસમાં એફએસએલને કારના નીચેના ભાગે અને વચ્ચેના ભાગે લોહીના નિશાન મળ્યા છે. જોકે, વાહનની અંદરથી કોઈ પુરાવા મળ્યા નથી. તો આ અકસ્માતના 15 મિનિટ પહેલાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
#WATCH दिल्ली: CCTV फुटेज में मृतिक के साथ के एक अन्य लड़की दिखी जो स्कूटी पर सवार थी। हादसे के वक्त वो मृतिक के साथ थी। वह घायल हो गई और मौके से भाग गई लेकिन मृतिक का पैर कार में फंस गया जिसके बाद उसे घसीटा गया। पुलिस ने CCTV फुटेज की पुष्टि की।#KanjhawalaDeathCase pic.twitter.com/Ty5LaYHhLg
— ANI_HindiNews (@AHindinews) January 3, 2023
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp