હિંદુ યુવતી સાથે નિકાહ અને ધર્માતરણની તૈયારી હતી, કાજી આવે તે પહેલા પોલીસ પહોંચી

PC: uptak.in

અલીગઢ નિવાસી હિંદુ યુવતીની 6મહિના પહેલાં એતમાદૌલાના મુસ્લિમ યુવક સાથે મુલાકાત થઇ હતી. બંને ચોરીછુપીથી આગ્રામાં મુસ્લિમ યુવકના ઘરે નિકાહની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ કાજી પહોંચે તે પહેલાં પોલીસ પહોંચી ગઇ હતી અને નિકાહનો મામલો અટવાઇ ગયો હતો. પોલીસે યુવતીને નોઇડા પોલીસને સોંપી દીધી છે, હજુ તપાસ ચાલું છે.

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક હિન્દુ યુવતીના કથિત ધર્મ પરિવર્તનની તૈયારી ચાલી રહી હતી. હિંદુ યુવતીના મુસ્લિમ યુવક સાથે નિકાહ થવાના હતા. કાજી આવવાના હતા. નિકાહની પૂરી તૈયારી થઇ ગઇ હતી. હિન્દુવાદી નેતાઓને તેની જાણ થઈ. હિન્દુવાદી નેતા સ્થાનિક કાઉન્સિલરની સાથે એતમાદૌલા વિસ્તારના પ્રકાશ નગરમાં મુસ્લિમ યુવક સાહિલના ઘરે પહોંચ્યા. યુવકના ઘરનો દરવાજો ખોલાવડાવવામાં આવ્યો. દરવાજો ખોલ્યો તો અંદર રૂમમાં બેડ પર યુવક અને યુવતી બેઠા હતા. યુવકે વરરાજાનો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે યુવતીએ પણ દુલ્હનનો ડ્રેસ પહેર્યો હતો.બંનેના નિકાહની તૈયારી હતી, પરંતુ હિંદવાદી નેતાઓના વિરોધને કારણે નિકાહ અટકી ગયા અને આખો મામલો એતમાદૌલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

પોલીસે જ્યારે મુસ્લિમ યુવક સાહિલની પુછપરછ કરી તો ચોંકાવનારી વાતો સામે આવી હતી. યુવક સાહિલ 6 મહિના પહેલા નોઇડાની એક ફેકટરીમાં કામ કરતો હતો. યુવતી રચના પણ નોઇડાની આજ ફેકટરીમાં કામ કરતી હતી. સાહિલે હિંદુ યુવતી રચનાને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને 3 મહિલા યુવતીને નોઇડાથી પોતાની સાથે ભગાડીને પોતાના આગ્રાના ઘરે લઇ આવ્યો હતો.

ગયા શુક્રવારે સાહિલ ચુપચાપ રચના સાથે નિકાહ કરવાની તૈયારીમાં હતો. રચનાએ પોલીસને કહ્યું હતું કે સાહિલ તેને માંસ ખવડાવતો હતો અને તેનું નામ બદલીને રૂખસાર કરી દેવામાં આવ્યું હતું. પોલીસ સુપ્રિન્ટેડન્ટે કહ્યું કે યુવતીના ગાયબ થવા પર તેના પરિવારજનોએ નોઇડા પોલીસ સ્ટેશનમાં તેણીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની તપાસ ચાલી રહી છે. તપાસમાં જે પણ તથ્યો સામે આવશે તેના આધારે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે યુવતીને નોઇડા પોલીસને સોંપી દીધી છે.

એતમદૌલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર રાજકુમારે જણાવ્યું કે યુવતીની પૂછપરછ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે તે યુવકને પ્રેમ કરે છે અને પોતાની મરજીથી  નિકાહ કરી રહી છે. તેણી પુખ્તવયની છે. તેના માતા-પિતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp