ભારતમા આ 3 પ્રકારની ઓનલાઈન ગેમિંગની રમત બેન થશે, સરકારની પ્રતિબંધ મૂકવાની તૈયારી

PC: sabkuchgyan.com

કેટલીક રમતોનો ગેમ ઓવર ભારતમાં થવા જઈ રહ્યો છે. હા, કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, કેન્દ્ર સરકાર દેશમાં ત્રણ પ્રકારની રમતો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે. ઓનલાઈન ગેમિંગ દ્વારા ધર્મ પરિવર્તનના મુદ્દે ચંદ્રશેખરે કહ્યું કે, કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ માટે એક માળખું તૈયાર કર્યું છે. મંત્રીએ કહ્યું, 'સરકાર ભારતમાં તે રમતો પર પ્રતિબંધ મૂકશે, જેમાં સટ્ટાબાજીનો સમાવેશ થાય છે અથવા જે વપરાશકર્તાઓ માટે હાનિકારક હોઈ શકે છે અથવા જે વ્યસનનું જોખમ ધરાવે છે.' જો આમાંથી કોઈ પણ કારણ રમતમાં જોવા મળે છે, તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

અહીં તમને જણાવી દઈએ કે, ઑનલાઇન ગેમિંગ બાળકોને વ્યસની બનાવી રહ્યું છે. આવી સ્થિતિમાં સરકાર બાળકોના ગેમિંગનો સમય નક્કી કરી શકે છે. જેના કારણે બાળકો દિવસમાં વધુમાં વધુ 3 થી 4 કલાક જ ગેમિંગ કરી શકશે.

મંત્રીએ કહ્યું કે, જેન્યુઈન ગેમ્સને મંજૂરી આપતી સ્વ-નિયમનકારી સંસ્થા નિયમોની સૂચનાની તારીખથી 90 દિવસની અંદર સ્થાપિત થવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે 'આગામી 90 દિવસોમાં, અમે SROની રાહ જોઈ રહ્યા છીએ, સરકાર તેના પરથી નક્કી કરશે કે શું સાચું છે અને શું નથી.'

ઈલેક્ટ્રોનિક્સ અને ITના MoSએ પણ ઉલ્લેખ કર્યો છે કે, સરકાર કૃત્રિમ બુદ્ધિમત્તા અથવા અન્ય કોઈપણ તકનીકને નિયંત્રિત કરશે જેથી વપરાશકર્તાઓને નુકસાન ન થાય. AIના વિકાસને કારણે નોકરી ગુમાવવાના ભયને દૂર કરતા મંત્રીએ કહ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી આગામી કેટલાક વર્ષોમાં નોકરીઓ પર કોઈ ખતરો નહીં રહે, પરંતુ તે 5-7 વર્ષ પછી થઈ શકે છે.

ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, 'AI અથવા કોઈપણ નિયમન પ્રત્યે અમારો અભિગમ એ છે કે અમે વપરાશકર્તાઓને નુકસાન પહોંચાડવાના દૃષ્ટિકોણથી તેનું નિયમન કરીશું. આ એક નવી ફિલસૂફી છે, જે 2014થી શરૂ થઈ છે કે અમે ડિજિટલ નાગરિકોનું રક્ષણ કરીશું. અમે એ પ્લેટફોર્મને મંજૂરી આપીશું નહીં, કે જે ડિજિટલ નાગરિકોને નુકસાન પહોંચાડે છે. જો તેઓ અહીં કાર્ય કરે છે, તો તેઓ વપરાશકર્તાઓને થતા નુકસાનને ઓછું કરશે.'

ભારત ગેમિંગ માટે સ્માર્ટફોનનું મોટું બજાર છે. અહીં તમને જણાવી દઈએ કે, વર્ષ 2022 સુધીમાં ભારતમાં ગેમિંગ માર્કેટ 135 અબજ રૂપિયા હતું, જે વર્ષ 2025 સુધીમાં વધીને 231 અબજ રૂપિયા થઈ શકે એમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp