લક્ઝરી કાર કરતા પણ મોંઘી છે સરસ્વતી, રેશમા અને ગંગા, કિંમત જાણીને ચોંકી જશો
દેશના પશુપાલન સેક્ટરમાં ઝડપથી તેજી આવી રહી છે. મોટા પાયા પર લોકોએ સારી જાતની ગાય અને ભેંસના પાલનની શરૂઆત કરી છે. દૂધ આપવાની વધારે ક્ષમતાના કારણે ભેંસ પાલનની લોકપ્રિયતા પણ ખેડૂતો વચ્ચે વધી રહી છે. ભેંસ પાલનની શરૂઆત કરવા માટે ખેડૂતોને સરકાર તરફથી પણ મદદના રૂપે સબ્સિડી મળી રહી છે.
દેશમાં અમુક આવી જ ભેંસ છે જે પોતાની દૂધ આપવાની ક્ષમતાના કારણે લોકપ્રિય છે. સરસ્વતી, રેશમા અને ગંગા નામની ત્રણ ભેંસ ખૂબ જ લોકપ્રિય છે. આ ભેંસના નામ અલગ અલગ વર્ષોમાં સૌથી વધારે દૂધ આપનારી ભેંસમાં આવતા રહ્યા છે. ખાસ વાત તો એ છે કે, આ ત્રણે ભેંસના માલિક હિસારના રહેવાસી છે. તે સિવાય આ ભેંસની કિંમત સાંભળીને પણ તમે હેરાન રહી જશો.
હરિયાણાના હિસારના લિતાનીના સુખબીર પાસે સરસ્વતી નામની ભેંસ છે. આ ભેંસ પણ મુર્રા પ્રજાતીની છે. સરસ્વતી પોતાની દૂધ આપવાની ક્ષમતાના કારણે લોકો વચ્ચે લોકપ્રિય છે. આ ભેંસે વર્ષ 2019માં 33 કિલોગ્રામ દૂધ આપવાનો રેકોર્ડ બનાવ્યો હતો. સરસ્વતી ભેંસના દૂધને દોહવા માટે બે લોકોની જરૂર પડે છે. આ ભેંસની કિંમત લગભગ 51 લાખ રૂપિયા જેટલી સાંભળવા મળે છે.
હિસારના બુડાકખેડાએ નરેશની મુર્રા પ્રજાતીની રેશમા ભેંસે વર્ષ 2022માં 33.5 લીટર દૂધ આપીને એક નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. આ ભેંસ આખા દેશમાં સૌથી વધારે દૂધ આપનારી ભેંસ છે. રેશમાએ પહેલી વખત બચ્ચાને જન્મ આપ્યો તો 19થી 20 લીટર દૂધ આપ્યું હતું. બીજી વખત તેણે 30 લીટર દૂધ આપ્યું હતું. જ્યારે ત્રીજી વખત રેશમા માતા બની ત્યારે 33.8 લીટર દૂધ આપીને એક નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. રેશમાનું દૂધ દોહવા માટે બે વ્યક્તિની જરૂર પડે છે. આ ભેંસની કિંમત 45 લાખ રૂપિયા સુધી સાંભળવા મળે છે.
ગંગા નામની મુર્રા ભેંસ હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બની છે. આ ભેંસે 1 દિવસમાં 31 લીટર દૂધ આપીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા પણ આ ભેંસ ઘણી વખત રેકોર્ડ પોતાના નામ પર નોંધાવી ચૂકી છે. આ ભેંસની કિંમત 15 લાખ રૂપિયા આંકવામાં આવી ચૂકી છે. હરિયાણાના હિસાર જિલ્લાના રહેવાસી ખેડૂત જયસિંહ તથા તેમના પત્ની બીતા આ ભેંસના માલિક છે. હવે તેઓ આ ભેંસ થકી નેશનલ અને ઇંટરનેશનલ રેકોર્ડ બનાવવા માગે છે. ગંગા ભેંસ દર મહિને લગભગ 60 હજાર રૂપિયાનું દૂધ આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp