PM મોદીએ કર્ણાટકમાં કહ્યું, કોંગ્રેસ મારી કબર ખોદવામાં વ્યસ્ત છે અને હું...

આગમી મહિનામાં કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે કર્ણાટક પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુ- મૈસૂર એક્સ્પ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કર્ણાટકને ઘણી યોજનાઓ ભેટ આપી હતી અને બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ પછી તેમણે જનસભાને પણ સંબોધિત કરી અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું.PM મોદીએ કહ્યું, કોંગ્રેસ અને તેના સાથી પક્ષો મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહ્યા છે અને મોદી બેંગલુરુ એક્સપ્રેસવે બનાવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ મોદીની કબર ખોદવામાં વ્યસ્ત છે અને મોદી ગરીબોનું જીવન સરળ બનાવવામાં વ્યસ્ત છે. મોદીની કબર ખોદવાના સપના જોઈ રહેલી કોંગ્રેસને ખબર નથી કે દેશની કરોડો માતા-બહેનોના આશીર્વાદ મોદીની સૌથી મોટી સુરક્ષા કવચ છે.

કોંગ્રેસ પર નિશાન સાધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, 2014 પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, તે દરમિયાન તેઓએ ગરીબને બરબાદ કરવામાં કોઈ કસર છોડી ન હતી. કોંગ્રેસ સરકારે ગરીબોના વિકાસ માટે હજારો કરોડ રૂપિયા લૂંટી લીધા હતા. કોંગ્રેસને ગરીબોની પીડા અને વેદનામાં ક્યારેય ફરક પડ્યો નથી. ખેડૂતોની નાની-નાની સમસ્યાઓ દૂર કર્યા બાદ પણ ભાજપ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવી રહી છે. માંડ્યાના પણ 2.5 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા છે.

PM મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, છેલ્લા 9 વર્ષમાં ભાજપ સરકારની યોજનાઓથી કરોડો ગરીબોનું જીવન સરળ બન્યું છે. કોંગ્રેસના શાસનમાં ગરીબોને સુવિધાઓ માટે સરકારના ચક્કર કાપવા પડતા હતા. આપણા દેશમાં દાયકાઓથી પેન્ડિંગ સિંચાઈ યોજનાઓ પણ ઝડપથી પૂર્ણ થઈ રહી છે.આ વર્ષના બજેટમાં કેન્દ્ર સરકારે અપર ભદ્રા પ્રોજેક્ટ માટે 5,300 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આનાથી કર્ણાટકના મોટા ભાગમાં સિંચાઈને લગતી સમસ્યાઓનું નિરાકરણ થવા જઈ રહ્યું છે.અમે નક્કી કર્યું છે કે અમે શેરડીમાંથી બનેલા ઈથેનોલનું ઉત્પાદન વધારીશું.એટલે કે, જો વધુ ઉત્પાદન થશે તો શેરડીમાંથી ઈથેનોલ બનાવવામાં આવશે.  ઇથેનોલથી  ખેડુતની આવક સુનિશ્ચિત કરવામાં આવશે.

આ પહેલાં નરેન્દ્ર મોદી જ્યારે માંડ્યા પહોંચ્યા ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ તેમનું સ્વાગત કર્યુ હતું. માંડ્યામાં એક વિશાળ રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કર્ણાટકમાં પણ રસ્તાઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને લોકોએ પ્રધાનમંત્રી પર પુષ્પોની વર્ષો કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે મૈસૂર- કુશલનગર 4 લેન હાઇવેનો પણ શિલાન્યાસ થયો, આ બધા પ્રોજેક્ટ વિકાસના રસ્તાને એક નવી દિશા આપશે. તેમણે કહ્યું કે, ડબલ એન્જિન સરકારનો પ્રયાસ છે કે અમે તમારા પ્રેમને વ્યાજ સહિત પરત કરીએ અને ઝડપથી વિકાસ કરીને ચૂકતે કરીએ.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.