ચોરી કરીને ભાગતી વખતે 11 હજાર વૉલ્ટની લાઇન સાથે ટકરાયો ચોર, તડપી તડપીને મોત

હાપુડ જિલ્લાના ધૌલાના વિસ્તારથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. શેખપુર ખીચરા ગામની નિયાજ કોલોનીમાં ચોરી કરવા આવેલા ચોરની છત ઉપરથી પસાર થઈ રહેલી એચ.ટી. લાઇનની ઝપેટમાં આવવાથી મોત થઈ ગયું. મૃતક પાસે ચોરી કરેલો સામાન મળી આવ્યો છે. જાણકારી મળતા જ ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે શબ કબજામાં લીધું. તેની તપાસ તેના ખિસ્સા મળેલી IDથી થઈ છે. તેની ઓળખ અફસર (રહે. દેહરા ગામ, ભદ્રાન મોહલ્લા)ના રૂપમાં થઈ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, બહાદુરગઢના રાઝેટીના રહેવાસી જાવેદે જણાવ્યું કે, તે છેલ્લા 7 વર્ષથી શેખપુર ખીચરા ગામની નિયાજ કોલોનીમાં પોતાનું મકાન બનાવીને પત્ની અને બાળકો સાથે રહે છે. તે UPSC સ્થિત એક ફેક્ટરીમાં એક ટ્રાન્સપોર્ટરને ત્યાં ડ્રાઈવર છે. શનિવારે રાત્રે તે પોતાની પત્ની અને બાળકો સાથે મકાનના એક હિસ્સામાં બનેલા રૂમમાં સૂતો હતો. મકાનમાં મેન ગેટ બંધ હતો. સવારે લગભગ 6:00 વાગ્યે તેની પત્ની શમા પરવીનની આંખ ખૂલી તો તેણે જોયું કે રૂમના દરવાજા ખુલ્લા છે. સામાન આમ-તેમ વિખેરાયેલો પડ્યો છે.

ત્યારબાદ તે મકાનની છત પર ગઈ તો જોયું કે એક યુવક ત્યાં પડ્યો છે. ગભરાયેલી પત્ની નીચે આવી અને તેને જગાડ્યો અને આખી ઘટના બાબતે જણાવ્યું. જાવેદે છત પર જઈને જોયું કે એક યુવક મૃત અવસ્થામાં પડ્યો છે. તેણે પોલીસને જાણકારી આપી અને પાડોશીઓને અવગત કરાવ્યા. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે તેની તપાસ કરી તો તેની પાસે 4 મોબાઈલ, ઘડિયાળ, સોના અને ચાંદીના ઘરેણાં, 2500 રૂપિયા અને એક ID મળી આવી છે.

પોલીસે મૃતકની ઓળખ કરીને પરિવારજનોને જાણકારી આપી. પોલીસ સ્ટેશનના પ્રભારી દેવેન્દ્ર કુમાર બિષ્ટે જણાવ્યું કે આરોપી પહેલા પણ ચોરીની ઘટનાઓમાં જેલ જઈ ચૂક્યો છે. આશંકા છે કે ભાંગતી વખત કરંટ લગતા તેનું મોત થઈ ગયું છે. શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. જેથી મોતના કારણ સ્પષ્ટ થશે.

About The Author

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.