દિલ્હીના જ્વેલરી શોરૂમમાં રૂ. 25 કરોડની દિલધડક ચોરી, સ્ટ્રોંગ રૂમ હતો છતાં...
દિલ્હીના જંગપુરામાં જ્વેલર્સ શોરૂમમાં કરોડોની ચોરી થઇ છે. શોરૂમ માલિકો અનુસાર, ચોરોએ દુકાનમાં રાખવામાં આવેલા 20 થી 25 કરોડના હીરા અને સોનાના દાગીના ચોરી લીધા છે. જંગપુરાના જે શોરૂમમાં ચોરોએ આ ઘટનાને અંજામ આપી છે તે ઉમરાવ સિંહ અને મહાવીર પ્રસાદ જૈનનો શોરૂમ છે. માલિકોએ જણાવ્યું કે, દુકાનમાં હીરા અને સોનાના 20-25 કરોડના દાગીના હતા. જંગપુરા માર્કેટ સોમવારે બંધ રહે છે. માટે રવિવારે શોરૂમ બંધ કર્યા પછી જ્યારે મંગળવારે તેઓ પોતાના શોરૂમ પહોંચ્યા અને જોયું તો હોંશ ઉડી ગયા.
શોરૂમમાં રાખેલા બધા દાગીના ગાયબ હતા. દુકાન ખાલી જોઇને તેમના હોંશ ઉડી ગયા અને તેની જાણકારી તરત પોલીસને આપવામાં આવી. ઘટના સ્થળે પહોંચેલ પોલીસે તપાસ શરૂ કરી છે. ચોરો સીલિંગના રસ્તે દુકાનમાં ઘૂસ્યા હતા.
સ્ટ્રોંગ રૂમની દિવાલ તોડી ઘૂસ્યા ચોર
જંગપુરા માર્કેટની આ બીલ્ડિંગમાં ઘણી દુકાનો હતી. જેમાં શોરૂમની બાજુમાં દાદરો છે. જ્યાંથી દુકાનમાં ઘૂસવા માટે ચોરોએ સીલિંગ કાપી હતી. કાપેલી સીલિંગની વીડિયો ક્લીપ પણ સામે આવી છે. જેમાં દેખાયું કે ચોર નાની જગ્યા કાપીને દુકાનમાં ઘૂસ્યા હતા. જોકે, આ ઘટનાનો હજુ સુધી એકપણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યો નથી. જેનાથી ચોરોને ઓળખી શકાય.
ખાસ વાત એ છે કે, સ્ટ્રોંગ રૂમની દિવાલો 3 બાજુથી લોખંડની જ્યારે એક બાજુથી ઈંટોથી બની હતી. ચોરોએ દિવાલને એ બાજુથી જ કાપી. તો શોરૂમની પાછળ કોઇ ગલી નથી. બધા મકાનો એકબીજાથી જોડાયેલા છે.
ચોરોએ હીરા અને સોનાના બધા દાગીના ચોરી લીધા. પણ ચાંદીની અમુક જ્વેલરી છોડી ગયા. રવિવારે રાતે સાડા આઠ વાગ્યે શોરૂમ બંધ કરવામાં આવ્યો હતો. પોલીસનું માનવું છે કે આ ચોરી રવિવાર રાતની જ છે.
ચોર સૌથી પહેલા ત્યાં પહોંચ્યા તો તેમણે દુકાનની બહાર લાગેલા સિક્યોરિટી એલર્ટને તોડી નાખ્યું. ત્યાર પછી તેઓ બિલ્ડીંગના ત્રીજા માળે પહોંચ્યા જ્યાંથી તેમણે સીલિંગના મેઇન ગેટને તોડ્યો અને પછી નીચે આવીને સ્ટ્રોંગ રૂમની દિવાલ તોડી અંદર ઘૂસી ગયા. પોલીસે આ માર્કેટમાં લાગેલા બધા સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. ચોરો કઇ રીતે અહીં પહોંચ્યા, શું તેમણે રેકી કરી હતી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp