દિલ્હીના જ્વેલરી શોરૂમમાં રૂ. 25 કરોડની દિલધડક ચોરી, સ્ટ્રોંગ રૂમ હતો છતાં...

દિલ્હીના જંગપુરામાં જ્વેલર્સ શોરૂમમાં કરોડોની ચોરી થઇ છે. શોરૂમ માલિકો અનુસાર, ચોરોએ દુકાનમાં રાખવામાં આવેલા 20 થી 25 કરોડના હીરા અને સોનાના દાગીના ચોરી લીધા છે. જંગપુરાના જે શોરૂમમાં ચોરોએ આ ઘટનાને અંજામ આપી છે તે ઉમરાવ સિંહ અને મહાવીર પ્રસાદ જૈનનો શોરૂમ છે. માલિકોએ જણાવ્યું કે, દુકાનમાં હીરા અને સોનાના 20-25 કરોડના દાગીના હતા. જંગપુરા માર્કેટ સોમવારે બંધ રહે છે. માટે રવિવારે શોરૂમ બંધ કર્યા પછી જ્યારે મંગળવારે તેઓ પોતાના શોરૂમ પહોંચ્યા અને જોયું તો હોંશ ઉડી ગયા.

શોરૂમમાં રાખેલા બધા દાગીના ગાયબ હતા. દુકાન ખાલી જોઇને તેમના હોંશ ઉડી ગયા અને તેની જાણકારી તરત પોલીસને આપવામાં આવી. ઘટના સ્થળે પહોંચેલ પોલીસે તપાસ શરૂ કરી છે. ચોરો સીલિંગના રસ્તે દુકાનમાં ઘૂસ્યા હતા.

સ્ટ્રોંગ રૂમની દિવાલ તોડી ઘૂસ્યા ચોર

જંગપુરા માર્કેટની આ બીલ્ડિંગમાં ઘણી દુકાનો હતી. જેમાં શોરૂમની બાજુમાં દાદરો છે. જ્યાંથી દુકાનમાં ઘૂસવા માટે ચોરોએ સીલિંગ કાપી  હતી. કાપેલી સીલિંગની વીડિયો ક્લીપ પણ સામે આવી છે. જેમાં દેખાયું કે ચોર નાની જગ્યા કાપીને દુકાનમાં ઘૂસ્યા હતા. જોકે, આ ઘટનાનો હજુ સુધી એકપણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યો નથી. જેનાથી ચોરોને ઓળખી શકાય.

ખાસ વાત એ છે કે, સ્ટ્રોંગ રૂમની દિવાલો 3 બાજુથી લોખંડની જ્યારે એક બાજુથી ઈંટોથી બની હતી. ચોરોએ દિવાલને એ બાજુથી જ કાપી. તો શોરૂમની પાછળ કોઇ ગલી નથી. બધા મકાનો એકબીજાથી જોડાયેલા છે.

ચોરોએ હીરા અને સોનાના બધા દાગીના ચોરી લીધા. પણ ચાંદીની અમુક જ્વેલરી છોડી ગયા. રવિવારે રાતે સાડા આઠ વાગ્યે શોરૂમ બંધ કરવામાં આવ્યો હતો. પોલીસનું માનવું છે કે આ ચોરી રવિવાર રાતની જ છે.

ચોર સૌથી પહેલા ત્યાં પહોંચ્યા તો તેમણે દુકાનની બહાર લાગેલા સિક્યોરિટી એલર્ટને તોડી નાખ્યું. ત્યાર પછી તેઓ બિલ્ડીંગના ત્રીજા માળે પહોંચ્યા જ્યાંથી તેમણે સીલિંગના મેઇન ગેટને તોડ્યો અને પછી નીચે આવીને સ્ટ્રોંગ રૂમની દિવાલ તોડી અંદર ઘૂસી ગયા. પોલીસે આ માર્કેટમાં લાગેલા બધા સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. ચોરો કઇ રીતે અહીં પહોંચ્યા, શું તેમણે રેકી કરી હતી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.