કારથી આવેલા ચોરો ભગવાનનો મુગટ અને દાનપેટી લઈ ગયા, ઘટના CCTVમાં કેદ

PC: livehindustan.com

દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં આવેલા મંદિરમાંથી ચોરોએ ભગવાનનો મુગટ અને દાન પેટી ચોરી લીધી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ચોર કારમાં આવ્યા હતા. ત્યારબાદ તાળું કાપી અંદર પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોર મંદિરમાંથી પૂજારીના પૈસા અને દસ કિલો દેશી ઘી લઈને ફરાર થઈ ગયો હતો.

રાજધાની દિલ્હીના મંદિરમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. કાર દ્વારા અહીં આવેલા ચોરો ભગવાનનો મુગટ ઉતારીને લઈ ગયા, આ સાથે ચોરોએ દાનપેટી પણ છોડી ન હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘટનાનો તાગ મેળવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના દિલ્હીના પોશ વિસ્તાર વસંત કુંજની છે. અહીં કેટલાક લોકો કાર દ્વારા મંદિરની સામે રોકાયા હતા. આ પછી તેણે મંદિરમાં પ્રવેશ કર્યો અને ભગવાનનો મુગટ ઉતારી લીધો. આ સાથે દાનપેટી પણ લઈ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

આ દરમિયાન ચોરોએ મંદિરમાં રાખેલા પૂજારીના પૈસા અને પૂજા માટે રાખેલ દસ કિલો દેશી ઘી લઈ ગયા હતા. આ ઘટના શનિવારે વહેલી સવારે બની હતી. ચોરોએ પહેલા મંદિરના તાળાં કાપી નાખ્યા, પછી અંદર જઈને ચોરીની ઘટનાને અંજામ આપ્યો. આ પહેલા પણ અહીં ચોરી થઈ ચુકી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

આ પહેલા દિલ્હીના ભોગલ વિસ્તારમાં આવેલા શિવ મંદિરમાં ચોરોએ મોટી ચોરીને અંજામ આપ્યો હતો. મંદિરમાં ભગવાનની મૂર્તિઓ પરના તમામ દાગીના ચોરો ચોરી ગયા હતા. શિવલિંગ પર મૂકેલું ચાંદીનું છત્ર પણ ચોરો લઈ ગયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, ચોરો લગભગ 15 થી 20 લાખ રૂપિયાના દાગીનાને પાર કરી ગયા હતા. દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધીને તપાસ શરૂ કરી છે.

દિલ્હી પોલીસે મંદિરની અંદર લાગેલા કેમેરાની પણ તપાસ કરી હતી. જો કે તે સમયે મંદિરમાં બાંધકામ ચાલી રહ્યું હોવાથી કેમેરાના વાયરિંગ બદલવામાં આવી રહ્યા હતા, જેના કારણે મંદિરની અંદર લાગેલા કેમેરા કામ કરતા ન હતા.

પોલીસે મંદિરની આસપાસના કેમેરાની તપાસ કરી હતી. સમિતિએ કહ્યું હતું કે, ચોરોએ મંદિરમાંથી સાત ચાંદીના મુગટ, એક ત્રિશુલ અને શિવાલય પર લાગેલું ચાંદીનું છત્તર ઉખાડીને લઇ ગયા હતા. ચોરોએ મંદિરમાં પ્રવેશવા માટે કટર વડે તાળાં કાપી નાખ્યા હતા, ત્યારબાદ તેઓ અંદર પ્રવેશ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp