એન્જિનિયરના ઘરે ચોરોને કંઈ ન મળ્યું તો છોડી ગયા 500ની નોટ, ચર્ચામાં આ અનોખી ચોરી

PC: india.com

દિલ્હીમાં ચોરીની એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. રોહિણી સેક્ટર 8ના એક ઘરમાં ચોરીના ઇરાદાથી ઘૂસેલા ચોરોને લઈ જવા કંઇ પણ ન મળ્યું. ન તો તમને રોકડ રકમ મળી અને ન તો ઘરમાં જ્વેલરી કે કોઈ બીજો કિંમતી સામાન હતો. અહી સુધી કે ઘરમાં મોબાઈલ અને લેપટોપ જેવી કોઈ પણ વસ્તુ ન મળી. ત્યારબાદ ચોરોએ ઘરના દરવાજા પર 500 રૂપિયા છોડી દીધા. સોશિયલ મીડિયા પર ચોરોની આ દરિયાદિલીની ખૂબ મજા લેવામાં આવી રહી છે. ઘટનાની માલિકોએ પણ પુષ્ટિ કરી છે કે તેમના ઘરમાંથી કોઈ સામાન ગાયબ થયો નથી, પરંતુ દરવાજા પર 500 રૂપિયાની એક નોટ ચોર પોતાની તરફથી ઘરમાં છોડી ગયા હતા.

દિલ્હીના રોહિણીમાં પોતાના ઘર પર સરકારી નોકરીથી રિટાયર થઈ ચૂકેલા 80 વર્ષીય વૃદ્ધ પોતાની પત્ની સાથે રહે છે. તેમણે જણાવ્યું કે, તેઓ પોતાના એન્જિનિયર દીકરાને મળવા માટે ગુરુગ્રામ ગયા હતા, જ્યારે પાડોશીઓએ તેમને ઘરના દરવાજાનું લોક તૂટવા બાબતે જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે પોલીસને રિપોર્ટ નોંધાવ્યો હતો. જો કે, તેમણે કહ્યું કે, ઘરનું લોક તૂટ્યું હતું, પરંતુ ઘરની અંદરથી કોઈ સામાન ગાયબ થયો નહોતો. એક 500 રૂપિયાની નોટ જરૂર દરવાજા પર તેમને મળી.

વૃદ્ધ દંપતીએ જણાવ્યું કે, એ લોકો મોટા ભાગે પોતાના દીકરા પાસે રહેવા માટે ગુરુગ્રામ જતા રહે છે. તેમણે કહ્યું કે, ચોરીની ઘટનાઓને જોતા અમે ઘરમાં ન તો જરૂરિયાતથી વધારે પૈસા રાખીએ છીએ અને ન તો જ્વેલરી કે કોઈ બીજો સામાન ઘરમાં રાખીએ છીએ. ઘરમાં માત્ર જરૂરિયાત પૂરતો જ સામાન અને ફર્નિચર છે. બની શકે કે ચોરોને ચોરવા લાયક કંઈ પણ મળ્યું નહીં હોય, તો તેમણે પોતે જ 500 રૂપિયા છોડી દીધા. સોશિયલ મીડિયા પર આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે.

દિલ્હીમાં તેની સાથે હળતી-મળતી વધુ એક ઘટના અગાઉ પણ સામે આવી ચૂકી છે. જૂન મહિનામાં શાહદરા વિસ્તરમાં એક કપલ પાસેથી લૂંટફાટ કરનારી ગેંગને તેની હાલત જોઈને તરસ આવી ગઈ હતી. કપલ પાસે માત્ર 20 રૂપિયા મળ્યા, ત્યારબાદ લૂંટારાઓએ તેમને 100 રૂપિયા આપી દીધા હતા. હવે આ વૃદ્ધ દંપતીના ઘરમાં જ્યારે ચોરોને કંઈ ન મળ્યું તો તેમણે 500 રૂપિયા છોડી દીધા. આ ઘટનાઓથી એમ જ લાગે છે કે ક્યારેક ક્યારેક ચોર અને લૂંટારુ પણ માણસાઈ દેખાડવાનું ભૂલતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp