RTIમા સામે આવ્યું- PM મોદી પોતે જ તેમના ભોજનનો ખર્ચ ઉઠાવે છે

PC: indiatvnews.com

જ્યારથી PM નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી લોકોની પણ તેમના વિશેની માહિતી જાણવા માટેની ઉત્સુકતા વધી છે. તેઓ શું ખાય છે, શું પહેરે છે, તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ કોણ હેન્ડલ કરે છે? આ તમામ બાબતોથી લોકો જાગૃત રહેવા માંગે છે. તો ચાલો તમને આ સ્ટોરીમાં PM મોદીની એવી વાતો વિશે જણાવીએ જે રસપ્રદ છે.

એક RTIમાં PM મોદી પર થતા ભોજનના ખર્ચ વિશે માહિતી માંગવામાં આવી હતી. કેન્દ્રીય માહિતી અધિકારીએ આ અંગે વિગતવાર જવાબ આપ્યો છે. RTIના જવાબમાં અધિકારીએ કહ્યું કે PM મોદી પોતે જ તેમના ભોજનનો ખર્ચ ઉઠાવે છે. એટલે કે તેમના ભોજન પર સરકારનો કોઈ ખર્ચ થતો નથી.

2015માં  એક RTIના જવાબમાં માહિતી અધિકારીએ કહ્યું હતું કે PM મોદી ગુજરાતી ફૂડ પસંદ કરે છે. તેઓ તેમના રસોઈયા બદ્રી મીના દ્વારા તૈયાર કરેલો ખોરાક ખાય છે. PMને બાજરીના રોટલા અને ખીચડી ખાવાનું પસંદ છે.

RTI દ્વારા PM મોદીની રજાઓ વિશે માહિતી માંગવામાં આવી હતી. તેના જવાબમાં PMOએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ હજુ સુધી કોઈ રજા લીધી નથી.

એક RTIમાં PM મોદીના કામકાજના કલાકો વિશે માહિતી માંગવામાં આવી હતી. ત્યારે PMOએ કહ્યું હતું કે એવું કહી શકાય કે PM દરેક સમયે ડ્યુટી પર હોય છે. 2015માં અન્ય એક RTIમાં PMOમાં ઈન્ટરનેટ સ્પીડ અંગે માહિતી માંગવામાં આવી હતી. આનો જવાબ પણ આપવામાં આવ્યો હતો. જવાબમાં કહેવામાં આવ્યું હતું કે PMOની ઇન્ટરનેટ સ્પીડ 34 Mbps છે.

PM નરેન્દ્ર મોદીને લગતા ઘણા RTI પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આમાં તેમના રોજિંદા ખાવાના ખર્ચથી લઈને કપડા પરના ખર્ચની પણ માહિતી માંગવામાં આવી છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. તેઓ દેશના 15મા વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. 2014ની સામાન્ય ચૂંટણીઓ અને ફરીથી 2019માં તેમની ઐતિહાસિક જીત બાદ તેઓ વડાપ્રધાન પદ સંભાળી રહ્યા છે. નરેન્દ્ર મોદી સંપૂર્ણ બહુમતી સાથે સતત બીજી વખત સત્તા પર આવ્યા છે. રાજકારણમાં તેમના દરેક પગલા પર દેશની નજર રહે છે. પરંતુ તેના અંગત જીવન વિશે ઘણા ઓછો લોકો જાણે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp