
જો તમે નોકરી કરો છો તો આ ખબર તમને રાહત આપશે. હવે પિતા બનવા પર માતાની જેમ પિતાને પણ 3 મહિનાની પેટરનીટી લીવ મળશે. અત્યાર સુધી સૌએ સરકારી તથા પ્રાઈવેટ કંપનીઓમાં માત્ર મહિલા કર્મચારીઓને આપવામાં આવતી મેટરનિટી લીવ અંગે સાંભળ્યું હશે. આ સમય 6 મહિનાનો હોય છે. પરંતુ હવે પિતા બનનારા પુરુષને પણ ત્રણ મહિનાની રજા મળશે અને તેને પેટરનિટી લીવ કેટેગરીમાં રાખવામાં આવી છે.
એક ભારતીય કંપની તરફથી શરૂ કરવામાં આવેલી આ પહેલ સરાહનીય છે. હજુ સુધી અલગ અલગ દેશોમાં પુરુષને આ રીતની રજા મળવાનું પ્રાવધાન છે. ભારતમાં તેની પર ઘણા લાંબા સમયની માંગ ચાલી રહી હતી. હવે દેશની કંપની Pifzer Indiaએ આ પહેલ શરૂ કરી છે. આ ઈન્ડ્સ્ટ્રીમાં એક મિસાલ તરીકે જોવામાં આવી રહી છે. Pifzer India તરફથી અહીં કામ કરનારા પુરુષ કર્મચારીઓ માટે પેટરનિટી લીવ પોલિસી લાગૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
Pifzer Indiaના મેનેજમેન્ટે પુરુષ કર્મચારીઓ માટે 12 અઠવાડિયાની પેટરનિટી લીવ પોલીસિ લાગૂ કરી છે. આ પોલિસીમાં પિતા બનનારા પુરુષ બાળકના જન્મ તારીખથી બે વર્ષની અંદર આ રજાનો આનંદ ગમે ત્યારે ઉઠાવી શકે છે. પેટરનિટી લીવ માટે આવેદન કરનારા પુરુષ કર્મચારીને એક વખતમાં ઓછામાં ઓછા બે અઠવાડિયા અને વધારેમાં વધારે છ અઠવાડિયાની રજા મળી શકશે. મતલબ તમે એક વખતમાં ત્રણ મહિનાની રજા માટે આવેદન કરી શકશો નહીં.
કંપની તરફથી આ નવી પોલિસીને 1 જાન્યુઆરી, 2023થી લાગૂ કરી દેવામાં આવી છે. બાયોલોજિકલ ડેડ સિવાય બાળકોને દત્તક લેનારા પિતા પણ કંપનીની આ પોલિસીનો ફાયદો ઉઠાવી શકશે. કંપનીના કર્મચારી કોઈ અન્ય પ્રકારની જરૂર તથા સમસ્યા થવા પર કેઝ્યુઅલ લીવ, ઈલેક્ટીવ લીવ અને વેલનેસ લીવ વગેરે પણ લઈ શકે છે.
આ રીતના પગલાં લેવાથી માતા અને પિતા બંને બાળકના જન્મ પછી તેમની સાથે ક્વોલિટી સમય પસાર કરી શકશે અને તેની સાથે મહિલાઓને પણ તક મળશે કે તેઓ બાળકના જન્મ પછી બને તેટલું જલદીથી પોતાના કામ પર પાછી ફરી શકે અને પિતાઓને પણ ઘર પર વધારે જવાબદારી નિભાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી શકે. આ લીવની મદદથી વારાફરતી માતા પિતા બાળકનો ઉછેર કરીને તેમની સાથે સમય પસાર કરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp