IPLમા રમતા આ ભારતીય ક્રિકેટરના સસરા CBIના નવા ડિરેક્ટર બન્યા

PC: twitter.com

ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા અનુભવી અને સ્ટાર ક્રિકેટર મયંક અગ્રવાલના સસરા CBIના નવા ડાયરેક્ટર બન્યા છે. હાલ મયંક અગ્રવાલ IPL પણ રમી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે વનડે અને ટેસ્ટ મેચ રમી ચૂકેલા અનુભવી ક્રિકેટર મયંક અગ્રવાલ હાલના સમયે  ચર્ચાનો વિષય બન્યો છે. તેનું કારણ કોઇ સેન્ચ્યુરી કે કોઇ શાનદાર શોટ નથી પણ કારણ તેના સસરા છે.

સ્ટાર ક્રિકેટર મયંક અગ્રવાલના સસાર પ્રવીણ સૂદ CBIના નવા ડાયરેક્ટર બની ગયા છે. સુબોધ કુમાર જયસવાલની જગ્યા લેનારા CBIના નવા ડાયરેક્ટર પ્રવીણ સૂદ 1986ના બેચના IPS ઓફિસર છે. તેઓ કર્ણાટકના DGP પણ રહી ચૂક્યા છે. પ્રવીણ સૂદની દિકરી આશિતા સૂદનું અફેર સ્ટાર ક્રિકેટર મયંક અગ્રવાલ સાથે ઘણા સમય સુધી ચાલ્યું હતું. બન્નેએ 7 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા હતા.

મયંક અગ્રવાલે થેમ્સ નદીના કિનારે આશિતા સૂદને લંડન આઇમાં પ્રપોઝ કર્યું હતું. આશિતાએ મયંક અગ્રવાલનું પ્રપોઝલ એક્સેપ્ટ કરવામાં જરા પણ વાર નહોતી લગાડી. મયંક અગ્રવાલ અને આશિતા સૂદે એક બીજાને 7 વર્ષ ડેટ કર્યા બાદ 2018માં લગ્ન કર્યા હતા. બન્ને 4થી જૂન, 2018ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. IPL 2023માં મયંક અગ્રવાલે અત્યાર સુધી 9 મેચ રમી છે, જેમાં તેણે 20.78ની એવરેજથી ફક્ત 187 રન બનવ્યા છે. તેનું પરફોર્મન્સ આ સીઝનમાં કંઇ ખાસ ન રહ્યું. એવામાં મયંકની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે મયંકને પ્લેઇંગ ઇલેવનમાંથી પણ બહાર કરી દીધો છે.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યાના એક દિવસ પછી જ કર્ણાટકના GDP પ્રવીણ સૂદને CBIના નવા ડાયરેક્ટર તરીકને નીમવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રવિવારે તેમની નિમણૂકનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. પ્રવીણ સૂદ મે, 2024માં નિવૃત્ત થશે, પણ તેમનો કાર્યકાળ મે, 2025 સુધી લંબાવવામાં આવ્યો છે. CBIના પ્રવીણ સૂદ પહેલાના ડાયરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ 25મી મેના રોજ પુરો થઇ રહ્યો છે. પ્રવીણ સૂદ 25મી મેથી જ તેમનો કાર્યકાળ ચાલુ કરી રહ્યા છે.

કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી પહેલા 14મી માર્ચના રોજ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે તેમને ગેરલાયક ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમારા DGP આ પદ માટે યોગ્ય નથી. તેઓ ત્રણ વર્ષથી DGP છે, પણ ભાજપના કાર્યકર તરીકે કામ કરે છે. તેમની સામે FIR થવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp