આ છે દુનિયાનો સૌથી ધનિક ભિખારી, આટલા કરોડના ફ્લેટનો માલિક; રોજની કમાણી જાણો

તમને જાણીને નવાઈ લાગશે કે, કેટલાક લોકો એવા છે કે, જેમણે ભીખ માંગવાનો કાયદેસરનો પોતાનો એક ધંધો બનાવી દીધો છે. જરા એટલું વિચારો, તમે જેને દયા ખાઈને એક સિક્કો આપો છો, તે ભિખારી કરોડપતિ નીકળ્યો હોય તો, તમારા ચહેરાના હાવભાવ જોવા જેવા હશે. મુંબઈમાં રહેતા ભરત જૈન માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના સૌથી અમીર ભિખારી છે.
'ભિખારી' શબ્દ ઘણીવાર એવા લોકોની છબી ઉભી કરે છે કે જેઓ અત્યંત ગરીબીમાં જીવન જીવતા હોય છે અને તેમને બે વખતનું ખાવાનું મેળવવા માટે સખત મહેનત કરવી પડતી હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, કેટલાક લોકો એવા છે જેમણે ભીખ માંગવાને નફાકારક વ્યવસાય બનાવી દીધો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, મુંબઈમાં રહેતા ભરત જૈન માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના સૌથી અમીર ભિખારી છે. અહેવાલો અનુસાર, ભરત જૈન ઘરની આર્થિક સંકડામણના કારણે અભ્યાસ કરવામાં નિષ્ફળ ગયો હતો. ભરત જૈન પરિણીત છે અને તેમને બે પુત્રો છે.
જો કે, સકારાત્મક ખબર એ પણ છે કે, ભરત જૈન ઇચ્છતા હતા કે, તેમના બાળકો શિક્ષણ મેળવે અને તેમના બંને બાળકોએ સફળતાપૂર્વક તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. ભરત જૈનની કુલ સંપત્તિ કથિત રીતે 75 મિલિયન ડૉલર છે. તેમની માસિક કમાણી 60,000 થી 75,000 રૂપિયાની વચ્ચે છે. રિપોર્ટ્સ અનુસાર, ભરત જૈન પાસે મુંબઈમાં 1.4 કરોડ રૂપિયાના બે ફ્લેટ છે. તેણે થાણેમાં બે દુકાનો પણ ખરીદી છે, જેનાથી તેને 30,000 રૂપિયાની માસિક ભાડાની આવક પણ મળે છે. ભરત જૈન મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ અથવા આઝાદ મેદાનમાં ભીખ માગતા જોઈ શકાય છે.
આટલા અમીર હોવા છતાં પણ ભરત જૈન મુંબઈમાં ભીખ માંગતો જોવા મળે છે. મોટાભાગના લોકો 12-14 કલાક કામ કરીને પણ એક દિવસમાં હજાર રૂપિયા કમાઈ શકતા નથી, પરંતુ ભરત જૈન લોકોની મહેરબાનીથી દરરોજ 10 થી 12 કલાકમાં 2000-2500 રૂપિયા ભેગા કરે છે. ભરત જૈન અને તેમનો પરિવાર પરેલમાં 1BHK ડુપ્લેક્સ આવાસમાં આરામથી રહે છે. તેઓ ભરતને ભીખ ન માંગવાની વારંવાર સલાહ આપે છે, પરંતુ ભરત તેમની વાત સાંભળતો નથી અને ભીખ માંગવાનું કામ ચાલુ રાખ્યું છે. ભરત જૈન પરેલમાં રહે છે અને તેમના બાળકો કોન્વેન્ટ સ્કૂલમાં ભણતા હતા. ભરત જૈનના પરિવારના અન્ય સદસ્યો સ્ટેશનરીની દુકાન ચલાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp