આ ચોમાસું તોફાની બનશે,અંબાલાલ પટેલે વાવાઝોડાને લઇને મોટા આપ્યા સંકેત

PC: saurashtraagrinews.blogspot.com

હવામાનની આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે આ વખતે આગાહી કરતા કહ્યુ છે કે આ ચોમાસું તોફોની બનશે અને નવેમ્બર મહિનામાં ચક્રવાત આવશે.જો કે તેમણે સાથે એમ પણ કહ્યું કે 2023નું ચોમાસું ઓવરઓલ સારું રહેશે.

કેટલાંક લોકો તેમની જિંદગીના અનુભવોને આધારે ચોમાસાની આગાહી કરતા હોય છે. કોઇ પક્ષીઓના અવાજના આધારે આગાહી કરે છે તો કોઇક કુદરતમાં જોવા મળતા પરિવર્તનોને આધારે આગાહી કરતા હોય છે.તો કેટલાંક લોકો અખાત્રીજના પવનના આધારે આગાહી કરે છે. પ્રાચીન વિદ્યાના જાણકારો વરસાદને દસ આની, બાર આની કે સોળ આની વરસાદ એવું કહેતા હોય છે.

અંબાલાલ પટેલે કહ્યું હતું કે 2023નું ચોમાસું 10થી 12 આની રહેશે.16 આની વરસાદ સૌથી શ્રેષ્ઠ વરસાદ ગણવામાં આવે છે. તેમણે કહ્યું કે જૂન મહિનામાં જે નક્ષત્ર છે તે ચોમાસું લાવશે અને જૂન અને જુલાઇ મહિનામાં સારો વરસાદ રહેશે. ઓગસ્ટમાં વરસાદનું પ્રમાણ ઘટવા તરફી જોવા મળશે. સપ્ટેમ્બર મહિનામાં ફરી સારો વરસાદ રહેશે. 20 નવેમ્બરની આસપાસ વાવાઝોડું જોવા મળશે.

અંબાલાલે કહ્યું કે, રોહિણી નક્ષત્રમાં વરસાદ પડે તો તે ચોમાસાની ગતિવિધી માટે સારું હોવાનું કહેવાય છે.જે પવન ફુંકાઇ છે તેને કારણે વરસાદ નિયમિત શરૂ થાય છે. તેમણે કહ્યુ કે, આ વખતે અરબ સાગરમાં પણ વાવાઝોડું આવશે અને બંગાળ મહાસાગરમાં પણ વાવાઝોડું જોવા મળશે. આ ચક્રવાત જો દક્ષિણ ગુજરાતના ભાગો તરફ જાય તો વરસાદ સારો રહેતો હોય છે અને જો ઓમાન તરફ જાય તો સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડતો હોય છે.બે ચક્રવાતને કારણે વરસાદની સ્થિતિ સાનુકૂળ બની છે, પરંતુ જેમ જેમ ચક્રવાત આગળ આવશે ત્યારે વાયુને કારણે ચોમાસામાં વિલંબ પણ થઈ શકે છે. 

તેમણે કહ્યુ કે, 2023માં ચોમાસું સારુ રહેશે, પરંતુ ચક્રવાતની સ્થિતિ વારંવાર જોવા મળી શકે છે. 3 અને 4 જૂને અરબ સાગરમાં હળવું દબાણ ઉભું થશે, જે ધીમે ધીમે આગળ વધશે. ગુજરાતમાં આ વખતે નવેમ્બર મહિના સુધી વરસાદ વરસશે, મતલબ કે નવરાત્રી આ વખતે બગડી શકે છે.હવામાન વિભાગે આગાહી કરેલી છે કે  આગામી 24 કલાકમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

જુનાગઢ યુનિવર્સિટી ખાતે ચોમાસાને લઇને આયોજિત વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમમાં હવામાનના જાણકાર 56 જેટલા નિષ્ણાતો ભેગા થયા હતા. ચર્ચાનો નિષ્કર્ષ એ નિકળ્યો હતો કે આ વખતું ચોમાસું 11 આની રહેશે.

તો પોરબંદર જિલ્લાના ભીમભાઇ ઓડેદરાનું કહેવું છે કે આ વખતે ચોમાસું મોડું રહેશે અને વરસાદ ખેંચાશે.તેમણે પણ 12આની વરસાદ રહેવાની આગાહી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp