નવા વર્ષની ઉજવણી કંઈક ખાસ, દારૂની દુકાન સામે દૂધનું વિતરણ, જુઓ તસવીરો

PC: aajtak.in

નવા વર્ષને યાદગાર બનાવવા માટે દરેક વ્યકિત કંઈકને કંઈક ખાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના પુણેથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. અહીં રાજ ઠાકરેની પાર્ટી MNS (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના લોકોએ નવા વર્ષને આવકારવા માટે અલગ જ તૈયારીઓ કરી છે.

MNS પુણે શહેર પ્રમુખ સાંઈ નાથ બાબરે દારૂની દુકાનની સામે દૂધનો સ્ટોલ લગાવ્યો. સાથે જ એક બેનર પણ લગાવ્યું. તેના પર લખ્યું કે, "દારૂ નહી, દૂધ પીવો". દારૂની દુકાનની સામે દૂધના સ્ટોલને જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અહીં બાબર લોકોને મફતમાં દૂધ પીવડાવી રહ્યો છે.

બીજી તરફ નવા વર્ષને લઈને મુંબઈ ટ્રાફિક પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ટ્રાફિક પોલીસે નો-પાર્કિંગના આદેશો જારી કર્યા છે જ્યાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મોટી ભીડ એકઠી થવાની શંકા છે. આ વિસ્તારોમાં પાર્કિંગને કારણે ટ્રાફિક જામ થાય છે, તેથી મુંબઈ ટ્રાફિક પોલીસે પહેલેથી જ તૈયારીઓ કરી લીધી છે.

વર્લીમાં ખાન અબ્દુલ ગફાર ખાન રોડ પર મેલા જંક્શનથી જેકે કપૂર ચોક સુધી 31મી ડિસેમ્બરના રોજ સવારે 00:01 વાગ્યાથી 1લી જાન્યુઆરીના રોજ સવારે 6:00 વાગ્યા સુધી ઉત્તર તરફ અને દક્ષિણ તરફ બંને દિશામાં વાહનોનું પાર્કિંગ પ્રતિબંધિત છે.

આ સાથે વર્લી સીફેસ, ગેટવે ઓફ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ, ગિરગામ ચોપાટી નજીકના વિસ્તારોમાં રસ્તાઓ પર પાર્કિંગની મંજૂરી આપવામાં આવશે નહીં. ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવા માટે મોટી સંખ્યામાં ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp