સરકારી કર્મચારીઓ હેલમેટ પહેરીને કેમ ઓફિસમાં કામ કરી રહ્યા છે?

PC: thelallantop.com

સોશિયલ મીડિયા પર તસ્વીર અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેમાં કેટલાંક લોકો ઓફિસમાં હેલ્મેટ પહેરીને કામ કરી રહ્યા છે જેને કારણે લોકો ભારે આશ્ચર્ય વ્યકત કરી રહ્યા છે.

લખનૌમાં ભારે વરસાદને કારણે નગર પાલિકાની ઓફિસોમાં છત તુટી પડી હતી અને ભારે નુકશાન થયુ હતું. છત પરથી અચાનક ઇંટ અને પ્લાસ્ટર તુટી પડ્યા હતા. જો કે, સદનસીબે જ્યારે છત તુટી પડી હતી ત્યારે કોઇ કર્મચારી ત્યાં હાજર નહોતો. હવે કર્મચારીઓમાં એવો ગભરાટ ફેલાયો છે કે બધા હેલ્મેટ પહેરીને ઓફિસમાં કામ કરી રહ્યા છે. જેનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મીડિયો રિપોર્ટસ મુજબ, ઘટના અલીગંજ કપૂરથલા વિસ્તારમાં આવેલી લખનૌ મ્યુનિસપલ કોર્પોરેશનની બિલ્ડિંગની છે. જાણવા મળેલી વિગત મુજબ આ ઇમારત 40 વર્ષ જૂની છે. 22 ઓગસ્ટે ભારે વરસાદને કારણે પહેલાં છતમાંથી પાણી ગળવાનું શરૂ થયું હતું અને એ પછી ઓફિસના કેશ કાઉન્ટરની છત તુટી પડી હતી. એ પછી કમપ્યુટર રૂમની છત અને પ્લાસ્ટર તુટી પડ્યા હતા. ફ્લોરની ટાઇલ્સ પણ તુટી ગઇ હતી.

ઘટનાની જાણકારી મળતા જ નગર નિગમ અધિકારી અને એન્જિનિયર ત્યાં પહોંચ્યા. પછી ખબર પડી કે પહેલા પણ કેટલીક વાર ઓફિસનું પ્લાસ્ટર તુટી ચૂક્યું છે, ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ રીપેરિંગ કરવામાં ન આવ્યું.

નગર નિગમના કર્મચારી સંઘના અધ્યક્ષ આનંદ વર્માએ મીડિયાને કહ્યું કે, ઓફિસની ખરાબ સ્થિતિને લઇને પાલિકા કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો હતો. 10મી જુલાઇના રોજ પણ એક ચિઠ્ઠી લખવામાં આવી હતી, પણ કોઇ પગલાં લેવાયા નહોતા. રીપેરિંગની માગની સાથે કર્મચારીઓ માટે ખુરશી, ટેબલ, સ્ટેશનરી, વોટર કૂલર અને પંખા લગાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

લખનૌ પાલિકાના એક અધિકારી આલોક શ્રીવાસ્તવે કહ્યુ કે ઓફિસમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે અને ટુંક સમયમાં પુરુ થઇ જશે.

નગર પાલિકા હેડક્વાર્ટરમાં બનેલી આર્ટ ગેલેરીમાં પણ છત ધસી પડવાની ઘટના બની હતી. વરસાદમાં પાણી ટપકતું હતું, પરંતુ તેને નજર અંદાજ કરવામાં આવ્યુ હતું.

આવી જ એક ઘટના 22 ઓગસ્ટે  ઠાકુરગંજ સંયુક્ત હોસ્પિટલમાં સામે આવી હતી. આ હોસ્પિટલમાં ઇમરજન્સી અને  મહિલા વોર્ડમાં છતનું પ્લાસ્ટર તુટી પડ્યુ હતું. સદનસીબે કોઇને ઇજા થઇ નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp