
દેશમાં ઘણા એવા પોલીસકર્મી છે, જેની ફિટનેસ જોઈને કોઈ પણ તેનાથી ઈમ્પ્રેસ થઈ શકે છે. આવા પોલીસવાળા સામાન્ય લોકો માટે પ્રેરણા બની જાય છે અને ઘણા લોકોને ફિટ રહેવા માટે મોટિવેટ પણ કરે છે. એવો જ એક પોલીસવાળાનું નામ છે રોહિત જાંગીડ. રોહિત જયપુરનો રહેનારો છે અને રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ છે. રોહિત આંતરરાષ્ટ્રીય વુશુ પ્લેયર(ચાઈનીઝ માર્શલ આર્ટ) પ્લેયર છે અને ઘણી ઈન્ટરનેશનલ-નેશનલ મેડલ પણ જીતી ચૂક્યો છે.
6 પેક્સ એબ્સવાળા પોલીસ કોન્સ્ટેબલ રોહિત જાંગીડે આજતક સાથે વાત કરતા કહ્યું કે પોતાની ફિટનેસ જર્ની, ડાયેટ રૂટિન અને વર્કઆઉટ પ્લાન જણાવ્યો હતો. આજતક સાથે વાત કરતા રોહિત જણાવે છે કે, હું બાળપણથી ઘણો પાતળો હતો. મારું વજન 9મા ધોરણમાં લગભગ 35 કિલો હતું. જેના કારણે ક્લાસના લોકો મારો મજાક ઉડાવતા હતા. થોડાક વર્ષો પછી હું મારા સિનિયરને મળ્યો જે ઘણા ફીટ હતા. મારા ઘરની પાસે રહેતા હતા આથી મેં તેમની સાથે સ્ટેડિયમ જવાનું શરૂ કર્યું અને ત્યાં તેઓ મને કસરત કરાવવા લાગ્યા. મારા મગજમાં આ વાત અંદર સુધી ઘર કરી ગઈ હતી કે મારા પાતળા હોવાના કારણે મારો મજાક બનાવવામાં આવે છે.
રોહિતે આગળ કહ્યું કે, મેં ડિફેન્સ માટે વુશુ શીખવાનું મન બનાવી લીધું અને પછી મારા સિનીયરને વાત કરી. તેમણે મને સપોર્ટ કર્યો અને મને વજન વધારવા માટે ડાયેટની સાથે વ્હે પ્રોટીન, મલ્ટીવિટામિન જેવા સપ્લીમેન્ટ્સ એડ કરવાની સલાહ આપી છે. જેના પછી મારું વજન વધ્યું અને મારું વજન 45 કિલો થઈ ગયું. તે સમયે મારી ઉંમર 16 વર્ષની હતી. હું ભોપાલમાં વેસ્ટ ઝોન વુશુ કોમ્પિટિશન માટે પસંદ થયો અને મને તેમાં બ્રોન્ઝ મેડલ મળ્યો. ધીમે ધીમે મારી ગેમ ઈમ્પ્રુવ થઈ અને મેં ઘણા મેડલ મારા નામે કર્યા હતા.
રોહિતે કહ્યું કે, હું ચાર વખત ઈન્ટરનેશનલમાં ભારત માટે મેડલ જીતી ચૂક્યો છું, જેમાં 12મી વુશુ ઈન્ટરનેશનલ ચેમ્પિયન, 9મી ઈન્ટરનેશનલ વુશુ કપ અને જ્યોર્જિયાની ઈન્ટરનેશનલ ચેમ્પિયનશીપ સામેલ છે.
આટલા મેડલ જીત્યા પછી મને રાજસ્થાન સીએમ અશોક ગહલોતે બેસ્ટ પ્લેયર ઓફ સ્ટેટ અવોર્ડ, વીર તેજા પુરસ્કાર, રાઈઝીંગ સ્ટાર અવોર્ડ પણ મળી ચૂક્યા છે. ઘણી વખત હાથ-પગ-નાક તૂટ્યું પરંતુ હું અટક્યો નહીં અને મારી ગેમ પર ધ્યાન આપતો ગયો. નેશનલ મેડલ મળ્યા પછી મને 2018માં રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલની નોકરી મળી હતી.
મારું વજન 75-78 કિલોની વચ્ચે રહે છે. કોમ્પિટિશનના સમય પર કાર્બોહાઈડ્રેટનું સેવન ઘણું ઓછું કરી દઉં છું. હું વેજીટેરિયન છું તો પ્રોટીન વધારવા માટે વ્હે પ્રોટીન પાઉડર લઉં છું. દિવસમાં ત્રણ વખત બે-બે ચમચી વ્હે પ્રોટીન લઉં છું. આ સિવાય છાશ લઉં છું, જેનાથી બોડી હાઈડ્રેટ પણ રહે છે અને પ્રોટીનની કમી પણ પૂરી થઈ જાય છે. ફાઈબર માટે લીલા શાકભાજી ખાઉ છું. તે સિવાય ઘરનું ખાવાનું ડાયેટમાં સામેલ કરું છું.
રોહિત આગળ કહે છે કે હું દિવસમાં 2-2 કલાક વર્કઆઉટ કરું છું. 2 કલાક સવારે ગેમની પ્રેક્ટિસ કરું છું અને સાંજે 2 કલાક જીમમાં વેઈટ ટ્રેનિંગ કરું છું, હું વુશુ પ્લેયર છું તો મોટાભાગનો સમય થાઈ અને શોલ્ડરની કસરત કરું છું કારણ કે તેનાથી મારી ગેમ ઈમ્પ્રુવ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp