ગજબનો ચોર, ચોરીના પૈસાથી કરાવતો ગામનો વિકાસ, ગરીબ છોકરીઓના લગ્ન પણ કરાવતો

PC: punjabkesri.com

પોતાના જીવનમાં ચોરીના ઘણા બધા કેસો અંગે જાણ્યું હશે પરંતુ યુપીના ગાઝિયાબાદ જિલ્લામાં એક એવો ચોર પકડવામાં આવ્યો છે, જે ચોરી તો કરતો હતો પરંતુ સમાજના હિત માટે કરતો હતો. આ ચોર એટલો શાતિર અને ટેક્નીકલ છે કે તે માત્ર એ જ પૈસાની ચોરી કરતો હોય જે બ્લેક મનીના હોય. ચોરને પકડવામાં આવ્યા પછી તેના વિરુદ્ધ કોઈ કેસ પણ કરી શકાય તેમ નથી. એમ કહી તો ચાલે કે સલમાન ખાનની કીક ફિલ્મની જેમ સ્ટાઈલમાં ચોરી કરીને ઘટનાને અંજામ આપતો હતો.

ભ્રષ્ટાચાર તથા મંત્રીઓને લૂટીને ગરીબ બાળકોના ઈલાજમાં પૈસા ખર્ચ કરનારો એક એવો જ અપરાધી ઈરફાન ઉર્ફ ઇજાલાને કવિનગર પોલીસે પકડી પાડ્યો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા આરોપીએ કબૂલ કર્યું હતું કે તેની પત્ની બિહારના એક જિલ્લામાં નગર પંચાયત અધ્યક્ષ છે અને આ અલગ અલગ રાજ્યોમાં ચોરી કરતો હતો. આ તે રાજ્યોમાં તે જગ્યા પર ચોરી કરતો હતો જ્યાં બ્લેક મની રાખવામાં આવતું હતું અથવા મંત્રી વિધાયકના કાળા પૈસાની ચોરી કરતો હતો.

તે આવી જગ્યાએ એટલા માટે ચોરી કરતો હતો કારણ કે તેના વિરુદ્ધ કોઈ ફરિયાદ ના કરી શકે. એટલું જ નહીં તેણે કહ્યું કે ચોરી કરેલા પૈસા તે પોતાના ગામના વિકાસ કાર્યોમાં વાપરતો હતો. ગામમાં રોડ અથવા લાઈટ લગાવવાની હોય અથવા તો સોલર લાઈટ આ બધી જરૂરત આ જ પૈસાથી પૂરો કરતો હતો. તે ગરીબ ઘરની છોકરીઓના લગ્ન પણ કરાવતો હતો. જ્યાં એક તરફ અલગ અલગ રાજ્યોમાં ચોરીના લગભગ 26 કેસ ઈરફાન ઉર્ફ ઉજાલા પર ચાલી રહ્યા છે ત્યાં જ આજે કવિ નગર પોલીસે તેને ગેંગસ્ટર એક્ટમાં શંકાશીલ લાગતા તેની ધરપકડ કરી છે. ઈરફાનને રોબિનહુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈરફાને છેલ્લા 10 વર્ષમાં સુરત, દિલ્હી, બેંગ્લોર, પંજાબ અને બિહારમાં જેગુઆરઅને ઓડી જેવી કારની પણ ચોરી કરી છે. તેને ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં પિસ્તોલ સાથે સુરતના કીમ પોલીસે પકડી પાડ્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp