આ મહિલા પત્રકારના લગ્ન 19000 કરોડની સંપત્તિ ધરાવતા બિઝનેસમેન સાથે થયા

PC: mashable.com

એક એવા મહિલા પત્રકારની તમારી સાથે વાત કરવી છે જેમના લગ્ન 19000 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા ઉદ્યોગકાર સાથે થયા છે અને આજે આ મહિલા પત્રકાર લકઝરી અને લાઇફ સ્ટાઇલની દુનિયામાં જાણીતું નામ છે.

અનુરાધા મહિન્દ્રા અબજોપતિ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાના પત્ની છે અને આનંદ મહિન્દ્રા ખૂબ જ લોકપ્રિય નામ હોવા છતાં, અનુરાધા મહિન્દ્રા લક્ઝરી અને લાઇફ સ્ટાઇલની દુનિયામાં નોંધપાત્ર છાપ બનાવવામાં સફળ રહ્યા છે. અનુરાધા મહિન્દ્રા મેન્સ વર્લ્ડ મેગેઝિન અને લક્ઝરી લાઈફસ્ટાઈલ મેગેઝિન Verve ના સ્થાપક છે. અનુરાધા મહિન્દ્રાનો જન્મ મુંબઈમાં એક  હિંદુ પરિવારમાં થયો હતો. આનંદ મહિન્દ્રા અને અનુરાધા મહિન્દ્રા પ્રથમ વખત એકબીજાને મળ્યા હતા જ્યારે અનુરાધા સોફિયા કોલેજમાં અભ્યાસ કરતા હતા.

આનંદ મંહિન્દ્રા અને અનુરાધા મહિન્દ્રાની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. આનંદ એક સ્ટુડન્ટ ફિલ્મમાં કામ કરી રહ્યા હતા જ્યારે તે અનુરાધાને પહેલી વાર મળ્યા, તે સમયે અનુરાધા માત્ર 17 વર્ષના હતા. આનંદ મહિન્દ્રા અનુરાધાની બુદ્ધિ અને વર્તનથી પ્રેમમાં પડ્યા અને બંને વચ્ચે ત્વરિત મિત્રતા શરૂ થઇ હતી.

થોડા વર્ષો પછી, આનંદ મહિન્દ્રાએ અનુરાધા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાનું નક્કી કર્યું અને તેણીને પોતાની દાદીની વીંટી આપીને અનુરાધાને પ્રપોઝ કર્યું. અનુરાધા મહિન્દ્રાના જણાવ્યા અનુસાર, આનંદ મહિન્દ્રા દ્વારા તેમને ભેટમાં આપવામાં આવેલી વીંટી તેમની સૌથી પ્રિય સંપત્તિ છે.

આનંદ મહિન્દ્રા અનુરાધા સાથે લગ્ન કરવા માટે તેના અભ્યાસમાંથી એક સેમેસ્ટર છોડી દીધું હતું. તેમના લગ્ન પછી, દંપતી બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા. આનંદ મહિન્દ્રા અને અનુરાધા મહિન્દ્રાના લગ્ન 17 જૂન 1985ના રોજ થયા હતા અને હવે તેઓ બે પુત્રીઓના માતા-પિતા છે. અમેરિકાથી પરત ફર્યા બાદ અનુરાધા મહિન્દ્રાએ 'મેન્સ વર્લ્ડ' મેગેઝિનની શરૂઆત કરી.

મેન્સ વર્લ્ડ મેગેઝિન સાથે સફળતા મેળવ્યા પછી, અનુરાધા મહિન્દ્રાએ લક્ઝરી લાઈફસ્ટાઈલ સેગમેન્ટમાં પ્રવેશવાનું નક્કી કર્યું અને 'વર્વ' મેગેઝિન લોન્ચ કર્યું. અનુરાધાને પુસ્તકોનો વાંચવાનો ઘણો શોખ છે અને તેમને હારુકી મુરાકામી, ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ અને વીએસ નાયપોલ જેવા લોકપ્રિય લેખકોની કૃતિઓ વાંચવી ગમે છે. અનુરાધા મહિન્દ્રા વ્યવસાયે પત્રકાર છે અને એમ કહેવું ખોટું નહીં હોય કે તેઓ ભારતની સૌથી સફળ પત્રકારોમાંના એક છે.

અનુરાધા મહિન્દ્રા એક સફળ બિઝનેસવુમન હોવાની સાથે સાથે પરોપકારી પણ છે. તેઓ કે.સી. મહિન્દ્રા એજ્યુકેશન ટ્રસ્ટ અને વંચિત બાળકોને શૈક્ષણિક અને નાણાકીય સહાય પૂરી પાડવામાં સક્રિય રસ લે છે. ફોર્બ્સ અનુસાર, આનંદ મહિન્દ્રા ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાંના એક છે અને તેમની કુલ સંપત્તિ લગભગ 2.3 બિલિયન ડોલર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp