PM બોલ્યા-તેઓ મારી કબર ખોદવાની ધમકી આપશે, તેમને ખબર નથી, જે ડરી જાય તે મોદી નહીં

PC: twitter.com/ani_digital

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાયપુરમાં શુક્રવારે વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર જબરદસ્ત પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, આ લોકો મારી પાછળ પડશે, મારી કબર ખોદવાની ધમકી આપશે, મારી વિરુદ્ધ ષડયંત્ર રચશે, પરંતુ તેમને ખબર નથી, જે ડરી જાય એ મોદી નહીં હોય શકે. જેમના હાથ ડાઘવાળા છે, તેઓ આજે એક સાથે આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે એક-બીજાને પાણી પી પીયને કોસતા હતા, તેઓ આજે સાથે આવવાના બહાના શોધવા લાગ્યા છે.

તેમણે કહ્યું કે, ‘દેશના દરેક ભ્રષ્ટાચારીએ એક વાત કાન ખોલીને સાંભળી લેવી જોઈએ, તેઓ જો ભ્રષ્ટાચારની ગેરંટી છે, તો મોદી ભ્રષ્ટાચાર પર કાર્યવાહીની ગેરંટી છે. કોંગ્રેસના કોર કોરમાં કરપ્શન છે. કરપ્શન વિના કોંગ્રેસ શ્વાસ પણ નહીં લઈ શકે. કરપ્શન, કોંગ્રેસની સૌથી મોટી વિચારધારા છે. કોલ માફિયા, Sand માફિયા, લેન્ડ માફિયા.. ન જાણે કેવા કેવા માફિયા ફળી-ફૂલી રહ્યા છે. અહીં રાજ્યના મુખિયાથી લઈને તમામ મંત્રીઓ અને અધિકારીઓ સુધી પર કૌભાંડના ગંભીરથી ગંભીર આરોપ લગતા રહ્યા છે. આજે છત્તીસગઢ સરકાર, કોંગ્રેસના કરપ્શન અને કુશાસનનું મોડલ બની ચૂકી છે.

કોંગ્રેસ પાર્ટી માટે છત્તીસગઢ એક ATMની જેમ છે. છત્તીસગઢને 36 વાયદા કરવામાં આવ્યા હતા, તેમાંથી એક એવો હતો કે રાજ્યમાં દારૂબંદી કરવામાં આવશે. 5 વર્ષ વીતી ગયા, પરંતુ સત્ય એ છે કે કોંગ્રેસે સત્તીસગઢમાં હજારો કરોડનો દારૂ કૌભાંડ કર્યો અને તેની આખી જાણકારી અખબારોમાં ભારે પડી ગઈ. ગંગાજીના ખોટા સોગંધ ખાવાનો પાપ કોંગ્રેસ જ કરી શકે છે. ગંગાજીના સોગંધ ખાઈને તેમણે એક ઘોષણપત્ર જાહેર કર્યું હતું અને તેમ મોટી મોટી વાતો કરી હતી, પરંતુ આજે એ ઘોષણપત્રની યાદ અપાવતા જ કોંગ્રેસની યાદશક્તિ જ જતી રહે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છત્તીસગઢના વિકાસ સામે એક ખૂબ મોટો પંજો દીવાલ બનીને ઊભો થઈ ગયો છે. એ કોંગ્રેસનો પંજો છે, જે તમારી પાસે તમારો હક છીનવાઇ રહ્યો છે. આ પંજાએ વિચારી લીધું છે કે તે સત્તીસગઢને લૂંટી લૂંટીને બરબાદ કરી દેશે. છત્તીસગઢ એ રાજ્ય છે, જેના નિર્માણમાં ભાજપની મુખ્ય ભૂમિકા રહી છે. ભાજપ જ છત્તીસગઢના લોકોને સમજે છે. તેમની જરૂરિયાતોને જાણે છે. આજે અહીં 7,000 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp