દિલ્હીના રામલીલા મેદાનમાં હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીનું પ્રદર્શન,આ છે માગ

જૂની પેન્શન યોજના (OPS) લાગૂ કરવાની માંગને લઈને દેશભરથી હજારો સરકારી કર્મચારી રવિવારે રાષ્ટ્રીય રાજધાનીના રામલીલા મેદાનમાં ભેગા થયા. નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેંશ સ્કીમ (NMOPS)ના તત્વાધાનમાં કર્મચારીઓએ કેન્દ્ર સમક્ષ પોતાની માગ ઉઠાવવા માટે એક રેલીનું આયોજન કર્યું. પેન્શન શંખનાદ મહારેલીનું આયોજન હાલની રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)ની જગ્યાએ જૂની પેન્શન યોજના લાગૂ કરવા માટે કેન્દ્ર પર દબાવ બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે.

રેલીના આયોજકોએ મીડિયાકર્મીઓને કહ્યું કે, ચાર રાજ્ય અગાઉ જ ઓલ્ડ પેંશ યોજના લાગુ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે તો કેન્દ્ર તેને લાગૂ કેમ નહીં કરી શકે. દેશના વિભિન્ન હિસ્સાઓથી હજારો સરકારી કર્મચારીઓએ રામલીલા મેદાનમાં રેલીમાં હિસ્સો લીધો. આ રેલી ત્યારે આયોજિત કરવામાં આવી રહી છે, જ્યારે કેન્દ્ર આ વર્ષે માર્ચમાં સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને પસંદ કરવાનો વિકલ્પ લઈને આવ્યું હતું. કાર્મિક મંત્રાલયની મંત્રાલયની એક અધિસૂચના મુજબ જે કર્મચારી 22 ડિસેમ્બર 2003, જે દિવસે NPS અધિસૂચિત કરવામાં આવી હતી.

અગાઉની જાહેરાત કે અધિસૂચિત પદો પર કેન્દ્ર સરકારની સેવાઓમાં સામેલ થયા. તેઓ કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ 1972 (હવે 2021) હેઠળ જૂની પેન્શન યોજનામાં સામેલ થવા માટે પાત્ર છે. સરકારી કર્મચારીઓના પસંદગીના ગ્રુપ 31 ઑગસ્ટ 2023 સુધી આ વિકલ્પને પસંદ કરી શકે છે. મંત્રાલયે કહ્યું હતું કે એક વખત ઉપયોગ કરવામાં આવેલો વિકલ્પ અંતિમ હશે. આ સંબંધમાં વિભિન રજૂઆતો, સંદર્ભ અને કોર્ટના નિર્ણયો બાદ આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે. એ બધા મામલાઓમાં જ્યાં કેન્દ્ર સરકાર સિવિલ કર્મચારીને કોઈ પદ કે ખાલી જગ્યા વિરુદ્ધ નિમણૂક કરવામાં આવી છે

જેણે NPS માટે અધિસૂચિત તારીખ કે 22 ડિસેમ્બર 2003થી અગાઉ ભરતી/નિમણૂક માટે જાહેરાત/અધિસૂચિત કરવામાં આવ્યા હતા અને 1 જાન્યુઆરી 2004ને કે ત્યારબા સેવામાં સામેલ થવા પર NPS હેઠળ કવર કરવામાં આવ્યું છે. CCS (પેન્શન) નિયમ 1972 (હવે 2021) હેઠળ કવર કરવા માટે એક વખત વિકલ્પ આપવામાં આવી શકાય છે. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ સરકારી કર્મચારી જે વિકલ્પનો પ્રયોગ કરવાને પાત્ર છે, પરંતુ જે નિર્ધારિત તારીખ સુધી આ વિકલ્પનો પ્રયોગ કરતા નથી. તેમને રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી દ્વારા કવર કરવાનું ચાલુ રહેશે.

શું છે OPS?

OPS હેઠળ કર્મચારીઓને એક નક્કી પેન્શન મળે છે. એક કર્મચારી પેન્શનના રૂપમાં છેલ્લા પગારની 50 ટકા રકમના હકદાર છે. OPSને NDA સરકારે વર્ષ 2003માં 1 એપ્રિલ 2004થી બંધ કરી દીધી હતી. તો NPS હેઠળ કર્મચારી પોતાના મૂળ વેતનના 10 ટકા પેન્શન માટે યોગદાન કરે છે, જ્યારે સરકાર 14 ટકાનું યોગદાન કરે છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જૂની પેન્શન યોજના (OPS)ને લઈને સમર્થન કર્યું છે અને કહ્યું કે, તેમણે કેન્દ્રને દિલ્હી સરકારના કર્મચારીઓ માટે તેને લાગૂ કરવાનો અનુરોધ કર્યો છે. જૂની પેન્શન યોજનને લાગૂ કરવા માટે 20 કરતા વધુ રાજ્યોના કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા રામલીલા મેદાનમાં વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે તેમની આ ટિપ્પણી આવી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.