એક ફોન આવ્યો અને મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટને ઉઝબેકિસ્તાન મોકલી દેવાઈ

PC: news.indyatv.in

રશિયાના પરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અઝુર એરલાઈન્સના વિમાને ગોવા જવા માટે ઉડાન ભરી હતી. ફ્લાઇટમાં 2 બાળકો અને 7 ક્રૂમેમ્બર સહિત કુલ 247 લોકો સવાર હતા.પરંતુ, સુરક્ષા સંબંધિત એલર્ટ મળતા આ વિમાનને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે.

મોસ્કોથી ગોવા આવી રહેલા એક વિમાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગોવા એરપોર્ટના ડિરેકટરને ઇમેલ દ્રારા આ ધમકી આપવામાં આવી છે. એ પછી મોસ્કોથી આવી રહેલા વિમાનને ભારતની હદમાં પ્રવેશ પહેલાં જ ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરી દેવામાં આવ્યું હતું. ઉઝબેકિસ્તાનમાં લેડિંગ પછી વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લાં 11 દિવસમાં આ બીજી ઘટના બની છે જ્યારે ગોવા એરપોર્ટ પર બોંબની ધમકી પછી વિમાનને અન્ય ડાયવર્ટ કરવામાં આવ્યું.

અધિકારીઓએ જણાવ્યું કે અઝુર એરના વિમાનમાં 247 મુસાફરો સવાર હતા, જેમને ઉઝબેકિસ્તાનના એરપોર્ટ પર સુરક્ષિત ઉતારી દેવાયા હતા. નવાઇની વાત એ છે કે 11 દિવસમાં એક જ એરલાઇન્સના વિમાનને ઉડાવી દેવાની આ બીજી ઘટના બની છે. જાન્યુઆરીના શરૂઆતમાં જ અઝુર એરના એક ચાર્ટર પ્લેનને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જે પછી એ વિમાનને ગુજરાતના જામનગર ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. એ વિમાનમાં 236 મુસાફરો હતો. બંને ઘટનામાં મુસાફરો સુરક્ષિત રહ્યા હતા.

અધિકારીએ કહ્યુ હતું કે અઝુર એરનું વિમાન AZV 2463 મોસ્કોથી શનિવારે સવારે સાડા ચાર વાગ્યે દક્ષિણ ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર ઉતરવાનું હતું, પરંતુ, આ વિમાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળવાને કારણે ભારતીય હવાઇ ક્ષેત્રમાં પ્રવેશ કરતા પહેલાં જ ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરી દેવામાં આવ્યું હતું.

અધિકારીએ કહ્યુ હતું કે, ડાબોલિમ એરપોર્ટના ડિરેકટરને મોડી રાત્રે 12-30 વાગ્યે ઇમેલ પર ધમકી મળી હતી કે મોસ્કોથી ગોવા આવી રહેલા અઝુર એરના વિમાનને બોંબથી ઉડાવી દેવામાં આવશે. ધમકી મળતાની સાથે એરપોર્ટનું તંત્ર દોડતું થઇ ગયું હતું.તાત્કાલિક અઝુર એરને જાણ કરવામાં આવી હતી અને વિમાનને ઉબેકિસ્તાન મોકલી દેવામાં આવ્યું હતું. ઉઝબેકિસ્તાનના એરપોર્ટ પર મુસાફરોને સુરક્ષિત ઉતારી દીધા બાદ હવે બોંબની તપાસ ચાલી રહી છે.

ધમકી મળવાને કારણે ગોવાના ડાબોલિમ એરપોર્ટને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યં છે.ગોવા પોલીસે ક્વીક રિસ્પોન્સ ટીમ, એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ અને ડોગ સ્કવોડને એરપોર્ટ પર તૈનાત કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp